સુરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ 2025-26ની બેઠક મળી
સુરત, 9 મે (હિ.સ.)-પ્રજાની સુખાકારી માટે કરવાના થતા કામો ગુણવત્તાયુકત અને સમયમર્યાદામાં પૂર્ણ થાય એની વિશેષ કાળજી રાખવામાં આવે એમ રાજયના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું. જિ
Surat


સુરત, 9 મે (હિ.સ.)-પ્રજાની સુખાકારી માટે કરવાના થતા કામો ગુણવત્તાયુકત અને સમયમર્યાદામાં પૂર્ણ થાય એની વિશેષ કાળજી રાખવામાં આવે એમ રાજયના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર કચેરી, સુરતના સખાખંડમાં યોજાયેલી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ-૨૦૨૫-૨૬ની બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરતા પ્રભારી મંત્રી કહ્યું હતું કે, આદિજાતિ વિકાસ મંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલા કામો સમયમર્યાદામાં પુરા થાય એ ખૂબ જરૂરી છે. તમામ અધિકારીઓ પરસ્પર સંકલનમાં રહી કામગીરી કરે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. બેઠકમાં ૯૬ ટકા વિવેકાધિન જોગવાઈ તથા ૪ ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ ૧૦૧ કરોડના ૧૫૦૫ જેટલા વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી.

બેઠકમાં ઉપસ્થિત જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી. શિવાની ગોયલ, ધારાસભ્ય સર્વશ્રી ગણપતભાઇ વસાવા, મોહનભાઇ ઢોડિયા અને સંદિપભાઇ દેસાઇએ પણ ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠક દરમિયાન ન્યુ ગુજરાત પેટર્ન ૯૬ ટકા વિવેકાધિન જોગવાઇ હેઠળ કૃષિ, પશુપાલન, ડેરી, વનવિકાસ, ગ્રામ્ય વિકાસ, નાની સિંચાઈ, પોષણ, માર્ગ અને પુલો સહિતના કામો મજુર કરવામાં આવ્યા હતા. જેમાં માંડવીના રૂા.૧૮.૯૩ કરોડના ૧૬૬ વિકાસકામો, માંગરોળના રૂા. ૧૨.૬૪ કરોડના ૧૮૫ વિકાસકામો, ઉમરપાડાના રૂા.૧૧.૧૨ કરોડના ૧૮૧ વિકાસકામો, બારડોલીના રૂા. ૧૫.૬૮ કરોડના ૨૬૩ વિકાસકામો, મહુવાના ૧૫.૦૩ કરોડના ૨૪૨ વિકાસકામો, પલસાણાના રૂા.૫.૩૬ કરોડના ૬૬ વિકાસકામો, કામરેજના રૂા.૬.૧૦ કરોડના ૭૩ વિકાસકામો, ઓલપાડના રૂા.૪.૮૧ કરોડના ૮૫ વિકાસકામો અને ચોર્યાસીના રૂા.૨.૭૨ કરોડના ૪૪ વિકાસકામોના રજૂ કરવામાં આવેલા આયોજનને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ન્યુ- ગુજરાત પેટર્ન ૪ ટકા વિવેકાધિન જોગવાઇ હેઠળ પલસાણા તાલુકાના રૂા.૨૩૪.૧૪ લાખના ૪૦ વિકાસકામો, કામરેજના રૂા.૨૭૪.૯૨ લાખના ૪૭ વિકાસકામો, ઓલપાડ તાલુકાનું રૂા.૨૨૯.૨૫ લાખના ૭૨ વિકાસકામો અને ચોર્યાસી તાલુકાના રૂા.૧૫૫.૭૬ લાખના ૪૧ કામોના રજૂ કરવામાં આવેલા આયોજનને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

બેઠકના પ્રારંભમાં ગત જિલ્લા આયોજન મંડળ દ્વારા ગત વર્ષે મંજુર કરવામાં આવેલા વિકાસકામો અંગે પ્રભારી મંત્રી દ્વારા વિગતે સમીક્ષા કરવામાં આવી હતી. વિકાસકામોની સમીક્ષા દરમિયાન તેમણે પ્રગતિ હેઠળના કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું.

બેઠકનું સંચાલન કરતા પ્રાયોજના વહીવટદારે મંત્રી અને અન્ય મહાનુભાવોને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા કરવામાં આવેલા આયોજનનો ચિતાર રજૂ કર્યો હતો.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, પ્રાંત અધિકારીઓ, કાર્યપાલક ઇજનેરો, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande