હરિજ-સમી હાઇવે પર, ગંભીર અકસ્માતમાં બેના મોત
પાટણ, 9 મે (હિ.સ.) હરિજ-સમી હાઇવે પર કઠિવાડા ગામ નજીક વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે ટેમ્પો, ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે ટક્કર થતા બોલેરો ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. એક વ્યક્તિ ગાડી ચલાવી રહ્યો હ
હરિજ-સમી હાઇવે પર ગંભીર અકસ્માતમાં બેના મોત


પાટણ, 9 મે (હિ.સ.) હરિજ-સમી હાઇવે પર કઠિવાડા ગામ નજીક વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે ટેમ્પો, ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે ટક્કર થતા બોલેરો ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. એક વ્યક્તિ ગાડી ચલાવી રહ્યો હતો જ્યારે બીજી વ્યક્તિ તેની બાજુની સીટ પર બેઠેલી હતી.

અકસ્માતની જાણ થતા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈને લોકોમાં ચકચાર મચી ગઈ હતી.

પોલીસને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ પોલીસ દ્વારા અકસ્માતના કારણો અને વધુ વિગતો જાણવા માટે તપાસની કાર્યવાહી ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande