સુરતમાં યોજાનારી સાયક્લોથોન મુલતવી રાખવાનો નિર્ણય કરાયો
સુરત, 9 મે (હિ.સ.)-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક અને પાકિસ્તાન તરફથી ચાલી રહેલા સરહદી હુમલાના પ્રયાસોની વચ્ચે, સુરત શહેરમાં સુરક્ષા બાબતે સતર્કતા વધારવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાને લઈ 11 મી મેના રોજ યોજ
સુરતમાં યોજાનારી સાયક્લોથોન મુલતવી રાખવાનો નિર્ણય કરાયો


સુરત, 9 મે (હિ.સ.)-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક અને પાકિસ્તાન તરફથી ચાલી રહેલા સરહદી હુમલાના પ્રયાસોની વચ્ચે, સુરત શહેરમાં સુરક્ષા બાબતે સતર્કતા વધારવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાને લઈ 11 મી મેના રોજ યોજાનાર નાઈટ સાયક્લોથોન કાર્યક્રમ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન હેઠળ રાજ્યની 17 મહાનગરપાલિકા અને 53 નગરપાલિકામાં નાઈટ સાયક્લોથોન યોજાનાર હતી. સુરતમાં આ કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી રાહુલ રાજ મોલ સુધી અને પાછો પરેડ ગ્રાઉન્ડ સુધી 10 કિલોમીટરની દૂરી માટે યોજાનાર હતો. સાયક્લોથોન માટે પ્રચાર-પ્રસાર પણ શરૂ થઈ ચૂક્યો હતો.

પરંતુ વર્તમાન તણાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને, શહેરના કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપતા આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. સુરત પોલીસ દ્વારા શહેરમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ અધિકારીઓને તાત્કાલિક ફીલ્ડ ડ્યુટી માટે તૈનાત કરાયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande