અગરતલા રેલ્વે સ્ટેશન પરથી, ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ
અગરતલા, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) સરકારી રેલ્વે પોલીસ (જીઆરપી), રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) અને ગુપ્તચર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન મંગળવારે સવારે અગરતલા રેલ્વે સ્ટેશન પરથી એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી છે.
બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ


અગરતલા, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) સરકારી રેલ્વે પોલીસ (જીઆરપી), રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) અને ગુપ્તચર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન મંગળવારે સવારે અગરતલા રેલ્વે સ્ટેશન પરથી એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ખાસ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ મોહમ્મદ દિલવર હુસૈન (25) તરીકે થઈ છે, જે બાંગ્લાદેશના છપૈનવાબગંજ જિલ્લાનો રહેવાસી છે. જીઆરપી નું કહેવું છે કે, મોહમ્મદ દિલવર હુસૈન ગેરકાયદેસર રીતે, ભારત-બાંગ્લાદેશ સરહદ પાર કરીને કોલકાતા જતી ટ્રેનમાં ચઢવાની યોજના સાથે અગરતલા પહોંચ્યો હતો, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

અગરતલા જીઆરપીના પ્રભારી તાપસ દાસના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતીના આધારે સંયુક્ત ઓપરેશન હેઠળ આ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકની પૂછપરછ કરી રહી છે. જેથી તેનો હેતુ અને તેના સંભવિત જોડાણો શોધી શકાય. આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande