પોરબંદર, 2 જૂન (હિ.સ.) પોરબંદરના બરડા પંથકના ઈશ્વરીય ગામે ડેમ માંથી માટી કાઢવાના મનદુઃખને લઈને એક મહિલા સહિત 5 શખ્સોએ યુવાનને ઢીકા- પાટુનો માર મારી,જાન થી મારી નાખવાની ધમકી આપતા બગવદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ.
પોરબંદર જિલ્લામાં સામાન્ય બાબતે મારામારીના અનેક બનાવો સામે આવે છે.ત્યારે બરડા પંથકના ઇશ્વરીયા ગામે મારામારી નો બનાવ સામે આવ્યો છે .જેમાં ઈશ્વરીય ગામે રહેતા હસમુખભાઈ સોલંકી અને અજય જીવાભાઈ ખૂંટીને ભેણકવડ ડેમ માંથી માટી કાઢવાના મનદુઃખને લઈ મારામારી થઈ હોવાનું સામે આવ્યું હતું.હસમુખભાઈ સોલંકી રસ્તા પર જઈ રહ્યા હતા તે દરમિયાન ઇશ્વરીયા ગામે રહેતા અજય જીવાભાઈ ખૂંટી અને કાના જેઠાભાઇ ખૂંટી નામના શખ્સોએ હસમુખભાઈને રોકયા હતા.ત્યારબાદ હિરીબેન ખૂંટી,વિજય જીવા ખૂંટી, પોલા ગંગા ખૂંટી,રાહુલ ગંગાભાઈ ખૂંટી સહિતના લોકોએ બોલાચાલી કરી, ઢીકા પાટુનો મારમારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.મારામારીના બનાવને લઈને હસમુખભાઈ સોલંકીએ બગવદર પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા સહિત 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya