પાટણમાં ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ
પાટણ, 23 જૂન (હિ.સ.) : ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા શૈક્ષણિક સહાયના ઉદ્દેશ્યથી વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. ટ્રસ્ટે 65 શાળાના 1500થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.
પાટણમાં ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ


પાટણ, 23 જૂન (હિ.સ.) : ગોપાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા શૈક્ષણિક સહાયના ઉદ્દેશ્યથી વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. ટ્રસ્ટે 65 શાળાના 1500થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. શંકર પટેલ, ડૉ. જે.કે. પટેલ, જોઈતા પટેલ, હર્ષદ ખમાર, દિલીપ સુખડિયા અને યતિન ગાંધી સહિતના ટ્રસ્ટીઓ તેમજ વિવિધ શાળાના આચાર્યો અને સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રસ્ટની સ્થાપના ડોંગરેજી મહારાજ દ્વારા વર્ષ 1978, 1984 અને 1989માં આયોજિત ભાગવત સપ્તાહ દરમિયાન મળેલા દાનના આધારે કરવામાં આવી હતી. શરૂઆતમાં આ દાનમાંથી મળતા વ્યાજથી જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવતી હતી.

છેલ્લા 20 વર્ષથી ટ્રસ્ટે શૈક્ષણિક સહાય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પાટણ અને આસપાસની સરકારી, અર્ધસરકારી તેમજ જરૂરિયાતમંદ શાળાઓના વિદ્યાર્થીઓને નિયમિત રીતે શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande