પાટણ, 23 જૂન (હિ.સ.) : હારીજ પોલીસ સ્ટેશનમાં જાસ્કા ગામના પરમાર વાસના રહેવાસી મુકેશ કલાભાઈ પરમાર વિરુદ્ધ ગંભીર કેસ નોંધાયો છે. આરોપી પર 10 વર્ષીય સગીર બાળકના અપહરણ અને યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, આરોપીએ એક મહિલાના પુત્રને તેના ઘરે થી ફોસલાવીને લઈ ગયો હતો અને તેને જાસ્કા ગામ નજીક ચીયાડ સીમમાં લઈ જઈ ત્યાં તેની સાથે યૌન શોષણ આચર્યું. આરોપીએ બાળકને ઘરે મોકલતાં પહેલાં ધમકી પણ આપી કે જો આ વાત કોઈને કહેશે તો ફરી ઉપાડી લઇ જઈ મારી નાખીશ.
હારીજ પોલીસે મુકેશ પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-137(2), 140(4), 351(3) તેમજ પોક્સો એક્ટની કલમ-5(એમ), 6 મુજબ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર