સસ્તું અનાજ અપાવવાની લાલચ આપીને વૃદ્ધાને ઠગ્યા, બંગડીઓ લઈ બે શખ્સ ફરાર
વડોદરા, 26 જૂન (હિ.સ.)-વડોદરાના વારસિયા વિસ્તારમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. સત્યવિલાસ સોસાયટીમાં રહેતી 75 વર્ષીય વૃદ્ધા ગંગાબેન ચીમનભાઈ માછી સાથે અનાજના બહાને ઠગાઈ થઈ છે. ગંગાબેન બાપોદ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવે છે કે ગઈકાલે સાંજે
સસ્તું અનાજ અપાવવાની લાલચ આપીને વૃદ્ધાને ઠગ્યા, બંગડીઓ લઈ બે શખ્સ ફરાર


વડોદરા, 26 જૂન (હિ.સ.)-વડોદરાના વારસિયા વિસ્તારમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. સત્યવિલાસ સોસાયટીમાં રહેતી 75 વર્ષીય વૃદ્ધા ગંગાબેન ચીમનભાઈ માછી સાથે અનાજના બહાને ઠગાઈ થઈ છે.

ગંગાબેન બાપોદ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવે છે કે ગઈકાલે સાંજે ગધેડા માર્કેટ પાસે શાકભાજી લેવા ગયા હતા ત્યારે એક અજાણ્યા યુવકે તેમને કહ્યું કે “માફકમાં અનાજ મળે છે, ચાલો લઈ લઈએ.” આ વાત પર ભરોસો મૂકીને ગંગાબેન તેની સાથે ભાથુજી ચોક સુધી ગયા. ત્યાં બીજો એક શખ્સ મળ્યો અને વૃદ્ધાને જણાવ્યું કે તમારું દાગીના કાઢી પર્સમાં રાખો નહિ તો ખોવાઈ શકે.

ગંગાબેને પોતાની બે તોલાની સોનાની બંગડીઓ પર્સમાં મૂકી શાકભાજીની થેલીમાં રાખી દીધી. એ જ સમય દરમિયાન બંને શખ્સોએ વૃદ્ધાની નજર ચૂકવી પર્સ લઈ ફરાર થઈ ગયા.

પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande