પદ્મનાભ ચોકડી નજીક મોટો ભૂવો પડતાં વાહનચાલકો મુશ્કેલીમાં, તંત્રની તત્કાલ કામગીરી
પાટણ, 29 જૂન (હિ.સ.) : પાટણ શહેરના પદ્મનાભ ચોકડી નજીક મુખ્ય માર્ગ પર રવિવારે ભારે વરસાદ પછી મોટો ભૂવો પડ્યો હતો. તાજેતરમાં જીયુડીસી દ્વારા પાઇપલાઇન માટે પુશિંગ કાર્ય કરવામાં આવ્યું હતું, જેના કારણે જમીન નબળી પડી હતી અને વરસાદથી રોડ બેસી જતાં ભૂવો સર્
પદ્મનાભ ચોકડી નજીક મોટો ભૂવો પડતાં વાહનચાલકો મુશ્કેલીમાં, તંત્રની તત્કાલ કામગીરી


પાટણ, 29 જૂન (હિ.સ.) : પાટણ શહેરના પદ્મનાભ ચોકડી નજીક મુખ્ય માર્ગ પર રવિવારે ભારે વરસાદ પછી મોટો ભૂવો પડ્યો હતો. તાજેતરમાં જીયુડીસી દ્વારા પાઇપલાઇન માટે પુશિંગ કાર્ય કરવામાં આવ્યું હતું, જેના કારણે જમીન નબળી પડી હતી અને વરસાદથી રોડ બેસી જતાં ભૂવો સર્જાયો હતો. આથી વાહનચાલકો અને રાહદારીઓ માટે ગંભીર અકસ્માતનો ભય ઊભો થયો હતો.

ઘટનાની જાણ એક રાહદારે નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારને કરતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે આરએનબી અને જીયુડીસીની ટીમોને બોલાવી તાત્કાલિક કાર્યવાહી શરુ કરાવી હતી. બંને વિભાગોએ જીસીબી મશીનની મદદથી ત્રણ કલાકમાં ભૂવાનું પૂરાણ કરી માર્ગ ખોલી આપ્યો.

આ દરમિયાન પદ્મનાભ પોલીસ ચોકીના કર્મચારીઓને ટ્રાફિક વ્યવસ્થાની જાણ કરવામાં આવી હતી, છતાં તેમણે ફરજ બજાવવાનો ઇનકાર કર્યો હતો અને પાલિકા પ્રમુખ સાથે અયોગ્ય ભાષામાં વર્તન કર્યું હતું. જિલ્લા પોલીસ વડાને જાણ કરાતા તેમની સૂચના બાદ જ ટ્રાફિક નિયંત્રણ શરૂ થયું. પાલિકા પ્રમુખે બેદરકાર પોલીસ કર્મચારીઓ સામે દંડાત્મક પગલાં લેવા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande