વૃક્ષારોપણથી હરિયાળું ભવિષ્ય – વોર્ડ 9 માં મહત્વપૂર્ણ પગલું
પાટણ, 3 જૂન (હિ.સ.)મહિલા હાઉસિંગ ટ્રસ્ટ અને મહિલા મંડળની બહેનોએ વોર્ડ નંબર 9માં આવેલા માખનિયાપૂરા વિસ્તારમાં આવેલ વીર દાદા મંદિર સંકુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે વોર્ડના કોર્પોરેટર દેવચંદભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી અને ઉપ
વૃક્ષારોપણથી હરિયાળું ભવિષ્ય – વોર્ડ 9 માં મહત્વપૂર્ણ પગલું


પાટણ, 3 જૂન (હિ.સ.)મહિલા હાઉસિંગ ટ્રસ્ટ અને મહિલા મંડળની બહેનોએ વોર્ડ નંબર 9માં આવેલા માખનિયાપૂરા વિસ્તારમાં આવેલ વીર દાદા મંદિર સંકુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે વોર્ડના કોર્પોરેટર દેવચંદભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી અને ઉપસ્થિત લોકોને વૃક્ષોને પોતાના બાળકની જેમ ઉછેરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ પ્રયાસો પણ કર્યા.

વિસ્તારના રહીશોએ વર્તમાન ગરમીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રોપાયેલા વૃક્ષોની સંપૂર્ણ કાળજી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રકારની પહેલથી વિસ્તારમાં હરિયાળી વધશે તેમજ પર્યાવરણના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન મળશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande