પોરબંદર, 30 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીના અધ્યક્ષ સ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું મળી હતી. પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાણીયાએ ચીંગરીયા ગામે સરકારી માધ્યમિક શાળા માટે જમીન ફાળવવા, ડો.ગોઢાણિયા કોલેજ (નટવરસિંહજી ગાર્ડન સામે)ને ફરતો વોકીંગ અને સાયકલ ટ્રેક બનાવવા સહિતની પ્રશ્નોની રજુઆત કરી હતી. અને વિસાવાડા ટુકડા, ભાવપરા,કાંટેલા ગામે સર્વિસ રોડ, રાતડી પાલખડા ગામે અંડરપાસ બનાવવા સહિત પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે જુના કુવામાં વારસાઈ હક્ક નક્કી કરવાના પ્રશ્નની રજુઆત કરવામાં આવી હતી.જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીએ લોક પ્રતિનિધિઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ઝડપી તકે લાવવા સબંધિત અધિકારીઓ સૂચના આપવામાં આવી હતી.વધુમાં કલેકટરએ ગ્રામ્ય લોકોને રોજગારી મળે અને ગ્રામ્ય ઇકોનોમી ઊભી કરી શકાય તે માટે જિલ્લામાં ભરાતા વિવિધ મેળાઓની યાદી તૈયાર કરીને લોકોને રોજગારી ઉભી કરી શકાય તે માટે આયોજન કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં સાંસદ,ધારાસભ્ય અને લોક પ્રતિનિધિઓના પડતર પ્રશ્નો અને પત્રોના નિકાલ અંગે સમીક્ષા કરી,એજી ઓડિટ તથા બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે તાત્કાલિક પગલાં, સરકારી લેણાની રજુઆત સહિતના પ્રશ્નો ચર્ચા કરવામાં આવી હતી.
આ સંકલન બેઠકમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, પોરબંદર મહાનગર પાલિકા કમિશનર એચ.જે. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર જે બી વદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા,નાયબ કલેકટર એન.બી રાજપૂત, ઇન્ચાર્જ પુરવઠા અધિકારી પ્રતિક જાખડ,પોરબંદર પ્રાંત અધિકારી સંદિપ જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ.વાઘાણી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya