પોરબંદર ગેરકાયદેસર માછીમારી કરી રહેલ માછીમારો સામે કાર્યવાહી
પોરબંદર, 30 જૂન (હિ.સ.) : પોરબંદરના ગેરકાયદે માછીમારી કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાર્બર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ ફિશિરીઝ વિભાગ દ્વારા ત્રણ મહિના સુધી પીલાણનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે તેમજ 10 હાજર રૂપ
પોરબંદર ગેરકાયદેસર માછીમારી કરી રહેલ માછીમારો સામે કાર્યવાહી.


પોરબંદર, 30 જૂન (હિ.સ.) : પોરબંદરના ગેરકાયદે માછીમારી કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાર્બર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ ફિશિરીઝ વિભાગ દ્વારા ત્રણ મહિના સુધી પીલાણનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે તેમજ 10 હાજર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યના પ્રાદેશિક જળવિસ્તારમાં માછીમારીની બંધસિઝનમાં પોરબંદર જિલ્લાના બોટ માલિક સ્નેહાબેન દીપકભાઈ બાદરશાહી દ્વારા પોતાની માલિકીની માછીમારી હોડી “જય સાંકરી આઈ કૃપા”, રજીસ્ટ્રેશન નંબરઃ IND- GJ-25-MO-6870 વડે તા. 27/06/2025 રોજ કુલ 5 (પાંચ) ખલાસીઓ સાથે દરિયામાં માછીમારી અર્થે જતાં ખરાબ હવામાનના કારણે માલિકનો હોડી સાથે સંપર્ક ન થતા હોડી માલિક દ્વારા મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક માછીમાર એસોશીશનને આ બાબતે જાણ કરી હતી તે દરમિયાન આ માછીમારી હોડી તા.29/06/2025 ના રોજ સવારના 07:00 કલાકે તમામ ૫ (પાંચ) ખલાસી સાથે બંદર પર સહી-સલામત પરત ફરેલ હતી.

પોરબંદર જિલ્લા મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા બંધ સિઝનમાં ગેરકાયદે માછીમારી કરવા બદલ ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-2003 અને મત્સ્યોદ્યોગ ગુજરાત અધિનિયમ-2003 અન્વયે આ માછીમારી હોડીનું ફિશિંગ લાયસન્સ 3 મહિના માટે સ્થગિત કરી રૂ. 10,000/- (અંકે રૂપિયા દસ હજાર) નો દંડ તથા આ માછીમારી હોડીને પોરબંદર જિલ્લા મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા ઇસ્યુ કરેલ પેટ્રોલ કાર્ડ કાયમી ધોરણે રદ કરેલ છે.વધુમાં પોરબંદર મત્સ્યોદ્યોગ કચેરીના દ્વારા માછીમારોને બંધ સિઝન દરમિયાન દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande