સુરત, 30 જૂન (હિ.સ.)- વરાછા ખાંડ બજાર ગરનાળા પાસે ગાંજો વેચવા માટે આવેલા સીઆરપીએફના જવાનને પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે સીઆરપીએફના જવાન પાસેથી ૨ લાખ ઉપરાંતની કિંમતનો ૨૨.૨૫૮ ગ્રામ જથ્થો કબજે કયો છે. પ્રાથમિક પુછપરછમાં સીઆરપીએફ જવાન ગાંજાનો જથ્થો ડિલીવરી કરવા માટે આવ્યો હોવાનુ બહાર આવ્યું છે. પોલીસે તેની એનડીપીએસ એક્ટ મુજબ ધરપકડ કરી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોણે આપવાનો હતો. ઉપરાંત કેટલા સમયથી ગાંજાનો જથ્થો વેચાણ કરે છે. જે અંગે તેની પુછપરછ કરી રહી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે વરાછા સર્વલન્સ સ્ટાના માણસો બાતમીના આધારે ગઈકાલે મોડી રાત્રે વરાછા ખાંડ બજાર ગરનાળા થી ઝાડા બાવાના ટેકરા પાસે વોચ ગોઠવી સીમાંચલ ચેતન નાહક (ઉ.વ.૩૭. રહે, સ્વર્ણમયીનગર, બરહમપુર, ઓરીસ્સા)નામના વ્યકિતને ઝડપી પાડી તેની બેગમાંથી ૨૨.૨૫૮ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. જેની કિંમત ૨,૨૨,૫૭૦ થાયે છે. પોલીસની પુછપરછમાં ઝડપાયેલ આરોપી સીમાંચલ સીઆરપીએકમાં નોકરી કરે છે. પોલીસે સીમાંચલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે