દરિયામાં પીલાણાનું એન્જીન બંધ થતાં 5 માછીમારો દરિયામાં ફસાયા હતા
પોરબંદર, 30 જૂન (હિ.સ.) : પોરબંદર સહિત રાજયભરમા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. પોરબંદર શહેરમા પણ વરસાદપડી રહ્યો છે. બીજી તરફ દરિયો પણ તોફાની બન્યો છે તેવા સમયે નાની હોડી લઇ માછીમારી કરવા પાંચ જેટલા માછીમારો લાપતા બનતા સુરક્ષો એજન્સીની મદદ લેવામા આ
દરિયામાં પીલાણાનું એન્જીન બંધ થતાં 5 માછીમારો દરિયામાં ફસાયા હતા.


પોરબંદર, 30 જૂન (હિ.સ.) : પોરબંદર સહિત રાજયભરમા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. પોરબંદર શહેરમા પણ વરસાદપડી રહ્યો છે. બીજી તરફ દરિયો પણ તોફાની બન્યો છે તેવા સમયે નાની હોડી લઇ માછીમારી કરવા પાંચ જેટલા માછીમારો લાપતા બનતા સુરક્ષો એજન્સીની મદદ લેવામા આવી હતી અંતે પાંચ ખલાસી હોડી લઈ આજે રવિવારે પોરબંદર પરત ફર્યા હતા હોડીના ટંડેલના જણાવ્યા અનુસાર હોડી એન્જી બંધ પડી જવાના કારણે તેઓ દરિયામા ફસાયા હતા પોરબંદરના પાંચ માછીમારો જય સાંકરીયાઆઈ કૃપા રજી નંબર:- GJ-25-MO-6870નામનુ પીલાણુ (નાની બોટ) લઈ ગઇકાલે તા.27 જુલાઇના રોજ માછીમારી કરવા માટે દરિયામાં ગયા હતા તે પરત નહિં ફરતા તેમના પરિવારોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ.

આ બનાવ અંગે માછીમાર આગેવાનોને જાણ કરવામા આવી છે તેમના દ્રારા આ અંગે કોસ્ટગાર્ડને જાણ કરવામા આવી હતી તેવા સમયે આજે રવિવારે નાના હોડી પીલાણુ લઇ અને પાંચ માછીમારો પોરબંદર પરત ફર્યા હતા હોડીના ટંડેલન કિશન મેઘજી ડાલકીના જણાવ્યા અનુસાર તેઓ શુક્રવારે સાંજના સમયે માછીમારી કરવા માટે ગયા હતા તે દરમ્યાન રાત્રીના ભારે વરસાદ થયો હતો અને દરિયો પણ તોફાની બન્યો હતો તેવા સમયે નાની બોટનુ એન્જીન બંધ પડી ગયુ હતુ અને તેમનો મોબાઇલ પાણી પડી ગયો હતો આથી બોટ માલિક કે અન્ય કોઈનો સંપર્ક થઈ શકયો ન હતા આજે સવારના સમયે વરસાદ બંધ થયો ત્યારે એન્જીન શરૂ થતા આજે સવારના સાત વાગ્યે પોરબંદર પરત ફર્યા હતા અને બોટ માલિકને જાણપ કરી હતી તમામા માછીમારો સહિસલામત પરત ફરતા તેમના પરિવારજનો અને માછીમારોએ રાહતનો શ્વાસ લીધો હતો તો બીજી તરફ હાર્બર મરીન પોલીસ દ્રારા તામમ માછીમારોની પુછપરછ કરવામા આવી રહી છે અને તેમની સામે પોલીસ ફરીયાદ પણ નોંધવામા આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande