ગીર સોમનાથ 30 જૂન (હિ.સ.) તાલુકાના છેવાડાના સીમર ગામે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દેલવાડા-ઉના દ્વારા આયોજિતઅને ઉના ડૉક્ટરોના સહયોગથી સીમર મુકામેં નિઃશુલ્ક ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
જેમાં ડો. તપન ડોડીયા મેડિસિન આઇ.સી.યુ.ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ , અને ડૉ. સંજય રામ પ્રસુતિ, સ્ત્રી રોગ નિષ્ણાંત અને લેપ્રોસ્કોપીક સર્જન ડો. નિશાંત મનાણી હાડકાના સર્જન,ડો. રમેશ સોલંકી ડેન્ટલ સર્જન તથા ડો.ગ્રીષા મનાણી ચામડી તેમજ એલર્જીના નિષ્ણાત, ડો.અતિક રવનના કાન નાક ગળા ના સર્જન તેમજ ડો.ભાવિન બાબરીયા ફેમિલી ફેમિલીઝેશન આવા વિવિધ વિભાગના ડોક્ટરોની ટિમ હેઠળ, અંદાજિત 400 થી વધુ દર્દીઓએ આ નિ:શુલ્ક કેમ્પનો લાભ લીધો હતો.
આ કેમ્પ માં બી.પી.,સુગર,અને દર્દીઓને જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ અગાઉ પણ શ્રી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા નિ:શુલ્ક કેમ્પ અલગ અલગ ગામડે નામાંકિત ડોક્ટરોની ટિમ બોલાવી કરવામાં આવેલ હતા. વધુમાં કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ એચ.આઇ.કુબાવત દ્વારા એવું જણાવેલ કે આવનારા સમયમાં પણ ટ્રસ્ટ દ્વારા આરોગ્યને લગતા, શિક્ષણને લગતા,અબોલ પશુ પક્ષીઓને લગતા જેવા વિવિધ માનવસેવા એજ પ્રભુ સેવાની ઉક્તિ સાર્થક થાય તેવા કાર્યક્રમો કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ