સુરત, 30 જૂન (હિ.સ.)- સુરત શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મોટા વરાછા, લજામળી ચોક, મેરીડીયન બિઝનેશ સેન્ટરમાં આવેલ સનરાઈસ ડેવલોપર્સ નામની ઓફ્સિની આડમાં ચાલતા ડબ્બા ટ્રેડીંગ અને ઓનલાઈન ગેમિંગના રેકેટનો પર્દાફાશ કરી કુલ ૮ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી કુલ રૂપિયા ૧૭.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એસઓજી પોલીસના જણાવ્યા પ્રમાણે સ્ટાફના માણસોએ બાતમીના આધારે ગતરોજ મોટાવરાછા, લજામળી ચોક, મેરીડીયન બિઝનેશ સેન્ટરમાં આવેલ સનરાઈસ ડેવલોપર્સ નામની ઓફિસમાં રેડ પાડી હતી. જેમાં તપાસ દરમિયાન શેરબજાર અને ઓનલાઈન ગેમિંગના રેકેટનો પર્દાફાશ થયો હતો. આરોપીઓ પૈકી નંદલાલ ઉર્ફે નંદો ગેવરીયા, વિશાલ ઉર્ફે વિક્કી ગેવરીયા બે વર્ષથી સનરાઈસ ડેવલોપર્સ નાનામે ઓફિસ ખોલી બાંધકામની ઓફિસની આડમાં ડબ્બા ટ્રેડીંગ અને ઓનલાઈન ગેમિંગની ગેરકાયેદસર પ્રવૃતિ કરતા હતા. લોકોને લોભામણી સ્કીમ આપી તેમની પાસેથી રોકાણ કરાવતા હતા. શેરબજારમાં ટ્રેડીંગ અને ઓનલાઈન ગેમિંગ માટે તેમનું વેબપેઝ કોર્ડીંગ કરાવતા હતા અને તેનું વેબ ડેવલોપર્સ ભાવેશ કિહલા અને બકુલ તરસરીયા પાસે સર્વરમાં હોસ્ટીંગ કરાવતા હતા અને જયારે કોઈ એરર આવે તો સોલ્વ કરાવી શેરબજારમાં ટ્રેંડિંડ કરતા યુઝરો તથા ઓનલાઈન ગેમીંગના યુઝરોને ઓછા રોકાણ વધુ નફો કરાવાની લાલચે મોટી રકમનું રોકાણ કરાવી આવી રકમ આંગડીયા મારફતે, રૂબરૂમાં તથા એકાઉન્ટ ધારકની જાણ બહાર તેના નામે ખોલાવેલા એકાઉન્ટના નેટ બેકિંગના યુઝર નેમ તથા પાસવર્ડ મેળવતા જંડેમાં ઓમ એન્ટરપ્રાઈઝ, ગણેશ એન્ટરપ્રાઈઝ અને સંજય ભરત મેરના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતા હતા. નંદલાલ અને વિશાલે તેની ઓફિસમાં અન્ય આરોપીઓને નોકરી ઉપર રાખ્યા હતા.
જેઓ નકલી વેબસાઈટ્સ દ્વારા લોકોને ઓછા રોકાણમાં વધુ નફો આપવાની લાલચ આપી તેમનો વિશ્વાસ કેળવ્યો હતો. આરોપીઓ યૂઝર્સના બેક એકાઉન્ટ, યુઝર નેમ, પાસવર્ડ લઈને તેમની જાણ બહાર બારોબાર નાણાંની ઉચાપત કરતા હતા. અને આ તમામ ટ્રાન્જેકશનો ઓમ એન્ટરપ્રાઈઝ, ગણેશ એન્ટરપ્રાઈઝ અને સંથજ મેર ના નામે ચાલતા ખોટા એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓ ગ્રાહકોને સરકાર દ્વારા માન્ય એનએસઈ-બીએસઈ જેવા પ્લેટફોર્મ પર રોકાણ કરવવાનો વિશ્વાસ આપી તેમની પાસે રોકાણ કરાવી તેમની સાથે આર્થિક છેતરપિડી કરતા હતા. એસઓજીએ ઓફિસમાંથી રોકડલ ૧૦ હજાર, લેપટોપ સહિત કુલ રૂપીયા ૧૭,૩૦,૦૦૦ની મુદામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલ
-મોબાઈલ નંગ-૧૯ કિંમત ૫,૨૦,૦૦૦
-લેપટોપ નંર-૪ કિત્તમ ૧,૮૦,૦૦૦
-રોકડા ૧૦,૫૦૦
-પાસબુક નંગ-૩
- ચેકબુક નં૦-૮૭
- રબીટ કાર્ડ-ર
- કલર પ્રિન્ટર નંગ-૧
- પેપર કટીગ મશીન નંગ-૧ કિંમત ૫,૦૦૦
પકડાયેલા આરોપીઓના નામ
- નંદલાલ ઉર્ફે નંદો વિઠ્ઠલભાઈ ગેવરીયા (રહે.ફ્લેટ નં.એ/૮૦૨ મંત્ર લગઝરીયા મોટા વરાછા) (મુળ ગામ અમરાપરા તા.કુકાવાવ જી.અમરેલી)
- વિશાલ ઉર્ફે વિક્કી મનસુખભાઈ ગેવરીયા (રહે.ઘર નં.૯૮,૯૯ ગોકુળધામ સોસાયટી અબ્રામા મોટા વરાછા) (મુળ વતન ગામ અમરાપરા તા.કુકાવાવ જી.અમરેલી)
- જયદીપ કાનજીભાઈ પીપળીયા (રહે.ઘર નં.બી/૧૩૬ સુર્યદર્શન સાયલન્ટ સીટી વાવગામ તા.કામરેજ) (મુળ વતન ગામ કૃષ્ણગઢ તા.લાઠી જી.અમરેલી)
- ભાવિન અરવિંદભાઈ હિરપરા (રહે.ફ્લેટ નં.સી/૨૦૪ વ્રજરત્ન રેસીડન્સી વ્રજ ચોક પાસે સરથાણા) (મુળ વતન ગામ કૃષ્ણગઢ તા.લાઠી જી.અમરેલી)
- નવનીત અરવિંદભાઈ ગેવરીયા (રહે.ફ્લેટ નં.એન/૨૦૧ વ્રજવિલા વ્રજ ચોક પાસે સરથાણા) (મુળ વતન ગામ અમરાપરા તા.કુકાવાવ જી.અમરેલી)
- સાહીલ મુકેશભાઈ સુવાગીયા (રહે.ફ્લેટ નં.એ/૧-૪૦૭ રોયલ ટાઉનશીપ, વાલક પાટીયા સરથાણા) (મુળ વતન ગામ નાની વાવડી તા.ગારીયાધાર જી.ભાવનગર)
- ભાવેશ જીણાભાઈ કિહલા (રહે.ફ્લેટ નં.બી-૪૦૩ શાશ્વત ફ્લેટ્સ હરીવાધજી ફળીયુ કતારગામ) (મુળ વતન ગામ વનાળી તા.ગઢડા જી.બોટાદ)
- બકુલ મગનભાઈ તરસરીયા (રહે.ઘર નં.૧૦૨ પંચવટી સોસાયટી બાપા સિતારામ ચોક કતારગામ) (મુળ વતન ગામ તાલડા તા.ખાંભા જી.અમરેલી)
વોન્ટેડ આરોપી
- જાવેદ ઉર્ફે જેડી
- પરીમલ કાપડીયા
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે