પોરબંદર, 7 જૂન (હિ.સ.) : પોરબંદરના બોખીરા વિસ્તારમાં મોટરસાઇકલ ચાલકે અન્ય મોટરસાઇકલને હડફેટે લેતા યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવાને મોટરસાઇકલ ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોરબંદરમાં પુરપાટ ઝડપે વાહન ચાલતા વાહનચાલકોનો ત્રાસ વધી રહ્યો છે.અવાર નવાર નાના- મોટા અકસ્માતોના બનાવો સામે આવ્યા હોય છે.ત્યારે પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં રામદેવપીરના દ્વારા નજીક પુર-પાટ ઝડપે જીજે-25- એન-7357 નંબર ના.જયુપીટર લઈ ને આવતા એક શખ્સે રાજ રમેશભાઈ મોતીવરસ નામના વાહન ચાલક ને હડફેટે લેતા રાજ મોતીવરસને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.તો મોટરસાઇકલ સવારે મુકતાબેન નામની મહિલાને પાસડીના ભાગે ફેક્ચર અને માથામાં ભાગે ઇજાઓ પહોંચી હતી.રાજ મોતીવરસે જયુપીટર ચાલક સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.પોલીસે જયુપીટર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya