સુરત, 8 જૂન (હિ.સ.)- સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં બુટલેગરોના બેફામ ત્રાસ સામે સ્થાનિકોની હિમ્મત સામે આવી છે. ઘર બહાર દારૂ પી રહ્યા હતા તેવા બુટલેગર ધવલને જ્યારે સ્થાનિક રહીશોએ મર્યાદામાં રહેવા માટે ટકોર કરી, ત્યારે તેમણે જવાબમાં હુમલો કરી દીધો. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઇ છે અને તેના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાય સમયથી અહિ બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ દારૂ પીવાનો અને દહેશત ફેલાવવાનો વળગેલો વ્યવહાર ચાલુ છે. સ્થાનિકોએ જ્યારે આ નરાસંગથી કંટાળી વાંધો ઉઠાવ્યો ત્યારે ધવલ નામના બુટલેગરે તેમની પર હુમલો કરી દીધો. ઘટનાના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ચર્ચા મારામારીમાં ફેરવાઈ અને તોફાની માહોલ સર્જાયો.
પોલીસે ઘટના સ્થળેથી CCTV ફૂટેજ મેળવી આરોપી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. જોકે સ્થાનિકોની ફરિયાદ છે કે આવા તત્વો પર જો અગાઉથી કડક પગલાં લેવાતા, તો આવા હિંસક બનાવોથી બચી શકાય તેમ હતું. હવે વિસ્તારવાસીઓ બંધબેસતા સુરક્ષા અને કાયદાકીય પગલાની માંગ કરી રહ્યા
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે