જૂનાગઢ જિલ્લામાં આદિજાતિના સીદી સમુદાયના પરિવારો દ્વારા સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજના-સેવાઓનો લાભ લેવાયો
જુનાગઢ 10 જુલાઈ (હિ.સ.) ધરતી આબા જન ભાગીદારી અભિયાન (DA JUGA) અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન અંતર્ગત સાસણ, શીરવાણ, મેંદરડા, તેમજ કેશોદ, માંગરોળમાં વસતાં સીદી સમુદાયના લોકોને સેવાકીય લાભો પહોચાડવા માટે અલગ-અલગ કેમ્પોનું આયોજન કરવા
ધરતી આબા જન ભાગીદારી અભિયાન


જુનાગઢ 10 જુલાઈ (હિ.સ.) ધરતી આબા જન ભાગીદારી અભિયાન (DA JUGA) અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન અંતર્ગત સાસણ, શીરવાણ, મેંદરડા, તેમજ કેશોદ, માંગરોળમાં વસતાં સીદી સમુદાયના લોકોને સેવાકીય લાભો પહોચાડવા માટે અલગ-અલગ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં સીદી સમુદાયના નાગરિકોને સરકારશ્રીની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ તથા લાભ સેવાઓના લાભ પ્રાપ્ત થયો છે.

જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન અને નિર્દેશ મુજબ વહીવટી તંત્ર દ્વારા ધરતી આબા જન ભાગીદારી અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં સાસણ, શીરવાણ, મેંદરડા, તેમજ કેશોદ, માંગરોળ માં વસતાં સીદી સમુદાયના લોકોને સેવાકીય લાભો પહોચાડવા માટે અલગ-અલગ કેમ્પોનું આયોજન કરાયુ હતુ. જેમાં કેશોદ ખાતે આરોગ્ય તપાસણી કેમ્પ તેમજ મેંદરડા તાલુકાનાં મેંદરડા, સાસણ, શિરવાણ ગામમાં વસવાટ કરતાં સિદ્દી સમુદાયના લોકો માટે જાતિ પ્રમાણપત્ર, રેશનકાર્ડ, આધારકાર્ડ વગેરેની સેવાઓનો લાભ ઘર આંગણે આપવામાં આવ્યો હતો.

મેંદરડા ખાતે શિરવાણ ફોરેસ્ટ ઓફિસ,આશ્રમ શાળા, સાસણ, મામલતદાર કચેરી મેંદરડા ખાતે યોજાયેલ કેમ્પમાં અંદાજિત ૩૦૦ જેટલા લાભાર્થીઓએ અને માંગરોળમાં ચોટીલીવીડી,ખોડાદા, રૂદલપુર ખાતે યોજાયેલ આરોગ્ય કેમ્પમાં સદી સમુદાય તેમજ અન્ય સમુદાયના ૮૦૦ જેટલા લાભાર્થીઓ એ લાભ લીધો હતો.

ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા ૩૦ જૂન થી ૧૫ જુલાઇ ૨૦૨૫ સુધી આ અભિયાન અંગેની લોકોમાં જાગૃતિ અને જાણકારી ઉભી થાય તેમજ નિયત કરેલ સેવાઓ લોકો સુધી પહોંચાડવા કેમ્પ અને બેનીફીટ સેચ્યુરેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ અભિયાન હેઠળ જુદા જુદા વિભાગો દ્વારા અમલ થતી સેવાઓનો સમન્વય કરી લોકોને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ પહોચાડવાનો હેતુ છે. આ અભિયાન અન્વયે આધાર કાર્ડ, રાશન કાર્ડ, જાતિપ્રમાણપત્ર,હેલ્થ ચેકઅપ કેમ્પ, આયુષ્યમાન કાર્ડ,કિસાન સન્માન નીધિ, કિસાન ક્રેડીટ કાર્ડ,જનધન બેંક એકાઉન્ટ, મુદ્રા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના(PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (PMSBY), સામાજીક સુરક્ષા જેમાં વૃધ્ધ પેન્શન, ગંગા સ્વરૂપા યોજના, દિવ્યાંગ પેન્શન,રોજગાર જેમાં મનરેગા, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના,મહિલા અને બાળ વિકાસ જેમા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY), આઈ.સી.ડી.એસ.ના લાભ નાગરિકોને આપવામાં આવ્યુ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande