હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં વિશ્વ વસ્તી દિવસ પર જનજાગૃતિ કાર્યક્રમ
પાટણ, 11 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આજે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી. રોટરી ક્લબ, રોટ્રેક્ટ ક્લબ અને એસ.કે. કોલેજ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના સહયોગથી જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં વિશ્વ વસ્તી દિવસ પર જનજાગૃતિ કાર્યક્રમ


પાટણ, 11 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આજે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી. રોટરી ક્લબ, રોટ્રેક્ટ ક્લબ અને એસ.કે. કોલેજ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના સહયોગથી જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોટરી ક્લબના પ્રમુખ ડો. પરિમલ જાની, પૂર્વ પ્રમુખ ધનરાજભાઈ ઠક્કર, આરોગ્ય વિભાગના એડીએચઓ ડો. દિવ્યેશ પટેલ, આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી, યુનિવર્સિટીના પ્રોફેસર અશ્વિન મોદી, તેમજ વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનોના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.સી. પોરીયાએ જણાવ્યું કે વિશ્વમાં વધતી વસ્તી ચિંતાનો વિષય છે અને ભારત યુવા દેશ હોવાને કારણે આ સમસ્યા ભવિષ્યમાં વધુ ગંભીર બની શકે છે. તેમણે કુટુંબ નિયોજન માટે વધુ જાગૃતિ અને સજાગતા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુભાઈ પટેલે જિલ્લાનું વસ્તી સંબંધિત વર્તમાન પરિસ્થિતિ દર્શાવતા જણાવ્યું કે દર વર્ષે 30,000 બાળકોનો જન્મ થાય છે જેમાં 1000 પુરૂષ બાળકો સામે માત્ર 938 કન્યાઓનો જન્મ થાય છે. તેમણે જણાવ્યું કે સારા આરોગ્યના કારણે મૃત્યુદર ઘટ્યો છે પરંતુ જન્મદરમાં વધારો થયો છે અને યુવાનોમાં કુટુંબ નિયોજન વિશે જાગૃતિનો અભાવ છે.

ડૉ. કનુભાઈ કરકરે પોતાના પ્રવચનમાં લિંગ અસમાનતા, કુદરતી સંસાધનોની મર્યાદા અને કુપોષણ જેવી સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો હતો. વક્તાઓએ યુવતીઓમાં પોષણની જાગૃતિ તેમજ બાળ મૃત્યુદરમાં ઘટાડા માટે સરકારી અને સામાજિક સહકારની જરૂરિયાત વ્યકત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande