ભરૂચ એલસીબીએ, ચાસવડ દૂધ ડેરીના ઘીના 935 ડબ્બાના 6 ચોરોને ઉઠાવી લીધા
બે મહિનાથી ઘીના ડબ્બાની ચોરી થતી હતી જેની જાણ થયાને 16 દિવસ બાદ ફરિયાદ કરી હતી 6 ચોરી કરનાર ચોર 1 ચોરીનો માલ લેનાર અને 1 ને વોન્ટેડ જાહેર કર્યો છે ચાસવડ દૂધ ડેરીમાં ઘી, દાણ,તેલ,ખોળ વગેરેના બીલની પણ ઊંડાણ પૂર્વક તપાસની જરૂર આતો રાત્રે ચોરાયું તેન
ભરૂચ એલસીબીએ ચાસવડ દૂધ ડેરીના ઘીના 935 ડબ્બાના 6 ચોરોને ઉઠાવી લીધા


બે મહિનાથી ઘીના ડબ્બાની ચોરી થતી હતી જેની જાણ થયાને 16 દિવસ બાદ ફરિયાદ કરી હતી

6 ચોરી કરનાર ચોર 1 ચોરીનો માલ લેનાર અને 1 ને વોન્ટેડ જાહેર કર્યો છે

ચાસવડ દૂધ ડેરીમાં ઘી, દાણ,તેલ,ખોળ વગેરેના બીલની પણ ઊંડાણ પૂર્વક તપાસની જરૂર

આતો રાત્રે ચોરાયું તેના જ ચોર ઝડપાયા છે પરંતુ દિવસે પણ ઘણી ગોલમાલ થઈ છે

ભરૂચ 11 જુલાઈ (હિ.સ.)

ચાસવડ દૂધ ડેરીમાં છેલ્લા ઘણા સમયથી 1.16 કરોડની ઉચાપત સહિતની 93ની કલમ હેઠળ હાલની વ્યવસ્થાપક કમિટીના સભ્યોને જિલ્લા રજીસ્ટ્રાર કચેરીએથી નોટીસ પણ આપી છે તેની હજુ તપાસ પૂર્ણ થઈ નથી ત્યાં મે અને જૂન મહિનામાં 6 થી 7 વખત રાત્રિના સમયે દૂધ ડેરીના ગોડાઉનમાંથી 935 ડબ્બા ઘી ચોરાયું હતુ .5.61 લાખની ચોરીની જાણ થયા બાદ સંચાલકોએ 16 દિવસ બાદ ફરિયાદ કરી હતી.આ તપાસ નેત્રંગ પીઆઈ કરી રહ્યા હતા ત્યારે તેમાં ભરૂચ એલસીબીએ તેના રડારમાં જીણવટ ભરી કામગીરી કરી આખરે 6 જેટલા ઘીના ડબ્બા ચોરોને ઝડપી તેની પૂછતાછમાં ચોરીના ડબ્બા લેનાર વેપારીની પણ ધરપકડ કરી તેના એક સાગરીતને વોન્ટેડ જાહેર કર્યો છે.

ચાસવડ દૂધ ડેરીમાં થયેલ 78 બોક્સ ઘીની ચોરીના બનાવમાં બે મહિના પહેલા કીરણ આર વસાવા ( 22 ) ઝરણા,રાજેન્દ્ર જે વસાવા ભેંસખેતર , જતીન એન વસાવા ( 23 ) કામલીયા,અજય જે વસાવા ( 30 )ભેંસખેતર અને જગદીશ આર વસાવા ( 59 )ભેંસખેતર

આ પાંચેય વ્યક્તિએ ભેગા મળી ચાસવડ ડેરીના ગોડાઉનમાં પડેલ ધીના ડબ્બાની ચોરી કરવાનો પ્લાન કર્યો હતો.પ્લાન મુજબ રાત્રિના સમયે પતરું ઊંચકી ચોરી કરી લાવેલ ઘી પ્રહલાદ સી વસાવા ( 21 ) ડુંગરી અને કીશન એમ વસાવા 27 ભેંસખેતરને બજારમાં વેચવા આપતા હતા.જે ચોરીના બનાવના સીસીટીવી ફૂટેજ ચેક કરતા સઘળી ચોરીની ઘટના સામે આવી હતી.

ભરૂચ એલસીબી પીઆઈ એમ.એમ.રાઠોડને બાતમી મળતા ઉપરોક્ત ચોરોને સર્વેલન્સમાં રાખી ગતિવિધિની માહિતી એકઠી કરી ઝરણાવાડી ગામના બસસ્ટેન્ડ નજીક આવેલા ખેતરને કોર્ડન કરી છ તસ્કરોને પકડી પાડ્યા હતા.આ તસ્કરોને ઘી ચોરીને ક્યાં વેચતા હતા તેની પૂછતાછ કરતા નેત્રંગ ગાંધી પ્રોવિઝનના ગોપાલ એસ ગાંધીને આપતા હોવાનો ખુલાસો કરતા તેને પણ ઉઠાવી કુલ ઉપરોક્ત આરોપીઓને નેત્રંગ પો.સ્ટે ગુના નંબર 0483/2028 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 305( E ),331 ( 3 ) અને 331( 4 ) ધરપકડ કરી હતી.જ્યારે રાજેન્દ્ર જે વસાવા ભેંસખેતરને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande