સિદ્ધપુરમાં પૈસાના વિવાદમાં યુવક પર એરગનથી ફાયરિંગ
પાટણ, 10 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર શહેરના તાહિરપુરા બ્રિજ નીચે મધરાત્રે પોણા એક વાગ્યે થયેલા દુષ્કર્મમાં ૨૭ વર્ષીય યુવક સાહિલ હસનભાઈ પિંઢારને એરગનથી ફાયરિંગ કરીને ઘાયલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ તેને લોખંડની પાઈપથી પણ માર માર્યો હતો. ઘૂંટણમાં છરા વાગતાં
સિદ્ધપુરમાં પૈસાના વિવાદમાં યુવક પર એરગનથી ફાયરિંગ, ગંભીર ઈજા


પાટણ, 10 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર શહેરના તાહિરપુરા બ્રિજ નીચે મધરાત્રે પોણા એક વાગ્યે થયેલા દુષ્કર્મમાં ૨૭ વર્ષીય યુવક સાહિલ હસનભાઈ પિંઢારને એરગનથી ફાયરિંગ કરીને ઘાયલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ તેને લોખંડની પાઈપથી પણ માર માર્યો હતો. ઘૂંટણમાં છરા વાગતાં સાહિલને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ ઘટનામાં ઇજાગ્રસ્ત સાહિલ હસનભાઈ પિંઢારે ગુલામ હુસેન અલ્તાફહુસેન શેખ (બિસ્કીટવાળા) અને હુસેનખાન અયૂબખાન નાગોરી સામે ફરિયાદ નોંધાવી છે. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સાહિલના મોટા બાપાના દીકરા જાકિર હસનભાઈ પિંઢારને આરોપીઓએ રસ્તામાં ધોકા મારી મારમાર્યો હતો. આ જાણતાં જ સાહિલ, તેનો ભાઈ મોઈનખાન હસનભાઈ પિંઢાર, જાકિર અને મિત્ર આસિફ અહમદઅલી શેખ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ત્યાં આરોપીઓ લોખંડની પાઈપ અને એરગન સાથે હાજર હતા. હુસેનખાન અયૂબખાન નાગોરીએ પહેલા હવામાં ફાયરિંગ કર્યું, જેના કારણે સાહિલના સાથીઓ ભાગી ગયા. ત્યારબાદ સાહિલ પર નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. આ સમગ્ર ઘટના જાકિરની મરઘીની દુકાન સંબંધિત પૈસાની લેતી-દેતીના વિવાદમાંથી ઉભી થઈ હોવાનું બહાર આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande