તાઇપે (તાઇવાન), નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.). ચીને ફરી એકવાર તાઇવાનની આસપાસ લશ્કરી ગતિવિધિઓ તીવ્ર બનાવી છે. તાઇવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, શનિવારે સવારે 6 વાગ્યા (સ્થાનિક સમય) સુધીમાં તેને તાઇવાનની આસપાસ 14 ચીની લશ્કરી વિમાનો, નવ નૌકાદળના જહાજો અને એક સત્તાવાર જહાજની ગતિવિધિઓ મળી આવી હતી. આ 14 લશ્કરી વિમાનોમાંથી નવ તો મધ્ય રેખા પાર કરીને તાઇવાનના ઉત્તરીય અને પૂર્વીય હવાઈ સંરક્ષણ ઓળખ ક્ષેત્ર (એડીઆઈઝેડ) માં પ્રવેશ્યા હતા.
તાઇવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે એક્સ પોસ્ટ પર આ માહિતી શેર કરી છે. મંત્રાલયે કહ્યું કે, તાઇવાનની સશસ્ત્ર દળો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેઓએ તાત્કાલિક કાર્યવાહી કરી. લશ્કરી વિમાનો, નૌકાદળના જહાજો અને દરિયાકાંઠાના મિસાઇલ સિસ્ટમો પણ તૈનાત કરી છે.
તાઇપે ટાઈમ્સ અખબારના સમાચાર અનુસાર, ચીન તેના જહાજો દ્વારા તાઇવાન વિસ્તારમાં ગુઆમની આસપાસના સમુદ્રતળનું મેપિંગ કરી રહ્યું છે. આનાથી તે સમુદ્રની નીચે કેબલ નાખવામાં મદદ કરી શકે છે અને તે તેનો ઉપયોગ લશ્કરી હેતુઓ માટે પણ કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ