ખાડી પૂરના મુદ્દે મોટો નિર્ણય: શાલિની અગ્રવાલને સમિતિ અધ્યક્ષ બનાવાતા તંત્ર હરકતમાં
સુરત, 12 જુલાઈ (હિ.સ.)-સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડી પૂરના કારણે લાખો લોકો પરેશાન થાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. તાજેતરમાં પૂરનું પાણી અનેક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી ભરાયેલું રહ્યું હતું, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ
Shalini agarwal


સુરત, 12 જુલાઈ (હિ.સ.)-સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડી પૂરના કારણે લાખો લોકો પરેશાન થાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. તાજેતરમાં પૂરનું પાણી અનેક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી ભરાયેલું રહ્યું હતું, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ખાડી પૂરના ટૂંકા અને લાંબા ગાળાના નિવારણ માટે સમિતિ રચવાની સૂચના આપવામાં આવી હતી. આ ખાડી પૂર નિવારણ સમિતિમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ અધિકારીઓ સહિત કુલ 19 સભ્યોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

શરૂઆતમાં આ સમિતિના અધ્યક્ષ તરીકે કલેક્ટર સૌરભ પારધીની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ હવે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. તેમની નિમણૂક થતાની સાથે જ મનપા તંત્ર સતર્ક બની ગયું છે અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

કમિશનરે સમિતિના ચાર્જ મળતાની સાથે સંબંધિત વિભાગોના અધિકારીઓને તાત્કાલિક કામગીરી માટે દોડાવ્યા છે. ખાસ કરીને ખાડી કિનારે આવેલા લિબાયત, ઉધના, વરાછા-એ, વરાછા-બી અને અઠવા જેવા પૂર પ્રભાવિત વિસ્તારોમાં પાલિકા જમીન પર થયેલા નવનિર્મિત દબાણોનું સર્વે શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande