જલિયાણ ગ્રુપની માનવતાપૂર્ણ પહેલ: લોક અદાલતમાં 55 અરજદારોને રાહત
પાટણ, 12 જુલાઈ (હિ.સ.) હારીજ સિવિલ કોર્ટ ખાતે યોજાયેલી UGVCL લોક અદાલતમાં જલિયાણ ગ્રુપે માનવતાની સુંદર મિસાલ પેશ કરી હતી. પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ગરીબ અને મધ્યમ વર્ગના કુલ 123 અરજદારોમાંથી 55 અરજદારોના કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં
જલિયાણ ગ્રુપની માનવતાપૂર્ણ પહેલ: લોક અદાલતમાં 55 અરજદારોને રાહત


પાટણ, 12 જુલાઈ (હિ.સ.) હારીજ સિવિલ કોર્ટ ખાતે યોજાયેલી UGVCL લોક અદાલતમાં જલિયાણ ગ્રુપે માનવતાની સુંદર મિસાલ પેશ કરી હતી. પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ગરીબ અને મધ્યમ વર્ગના કુલ 123 અરજદારોમાંથી 55 અરજદારોના કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો.

જલિયાણ ગ્રૂપે માનવ સેવાના ભાગરૂપે રૂ. 2,90,472ની સીધી ચુકવણી કરીને અનેક પરિવારોના ઘરમાં ફરીથી અજવાળું લાવ્યું છે. કુલ ભરવાપાત્ર રકમ 5 લાખથી વધુ હતી. બાકી રહેલા 68 અરજદારોના કેસોનો નિકાલ આગામી લોક અદાલતમાં હાથ ધરવામાં આવશે.

લાભાર્થીઓ દેસાઈ કમલેશ અને ઠક્કર શૈલેષે જાહેરમાં જલિયાણ પરિવારનો દિલથી આભાર માન્યો હતો અને કહ્યું કે આ સહાય તેમના માટે ભગવાન સમાન છે. કાર્યક્રમમાં શૈલેષ ઠક્કર, ધર્મેશ ઠક્કર, મંગલ ઠાકોર, અધિક્ષક ચિરાગભાઈ, સુભાષભાઈ સી, લીગલ સિનિયર ક્લાર્ક કે.સી. મકવાણા, વી.વી. સોલંકી, સચિન પ્રજાપતિ, ચેતનાબેન અને ભૂમિકાબેન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande