ધારપુર રેગિંગ કેસમાં બે આરોપી વિદ્યાર્થીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર
પાટણ, 12 જુલાઈ (હિ.સ.)ધારપુર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં પાટણની ચોથા એડિશનલ સેશન્સ જજ એમ.એ. શેખની કોર્ટે એમબીબીએસના બે આરોપી વિદ્યાર્થીઓ હિરેન મનસુખભાઈ પ્રજાપતિ અને અવધેશ અશોકભાઈ પટેલની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી છે. બંનેએ કોર્ટમાં દલીલ કરી હતી કે ત
ધારપુર રેગિંગ કેસમાં બે આરોપી વિદ્યાર્થીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર


પાટણ, 12 જુલાઈ (હિ.સ.)ધારપુર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં પાટણની ચોથા એડિશનલ સેશન્સ જજ એમ.એ. શેખની કોર્ટે એમબીબીએસના બે આરોપી વિદ્યાર્થીઓ હિરેન મનસુખભાઈ પ્રજાપતિ અને અવધેશ અશોકભાઈ પટેલની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી છે. બંનેએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેઓ વિદ્યાર્થી છે અને તેમનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. ઉપરાંત, અરજી કરવાનું વિલંબ કાયદાની અજ્ઞાનતાને કારણે થયું હોવાનું જણાવ્યું હતું.

પ્રોસિક્યુટર વિજય બારોટે કોર્ટમાં દલીલ કરી હતી કે કાયદાની અજ્ઞાનતા બચાવ તરીકે માન્ય નથી અને બંને આરોપીઓએ ડિસ્ચાર્જ માટે 60 દિવસની મર્યાદા બાદ 73માં દિવસે અરજી કરી હતી. તેમજ, બંનેએ હાઈકોર્ટમાં જામીન અને ક્વોશિંગ માટે પણ અરજી કરી છે.

કોર્ટે આ દલીલોને માન્ય રાખી બંનેની અરજીઓ નામંજૂર કરી હતી. નોંધનીય છે કે આ રેગિંગ કેસમાં એક વિદ્યાર્થીના મોત બાદ કુલ 15 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થઈ છે અને કેસ હાલમાં સેશન્સ કોર્ટમાં ચાલે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande