ગીર સોમનાથ, 12 જુલાઈ (હિ.સ.) કૂપોષણ એ સમાજ માટે સામાજિક કલંકની નિશાની છે. નબળું બાળક આગળ જતાં નમાલું બની રહે તે ભારત જેવા વિકાસશીલ દેશને પાલવે નહીં. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પણ નાના અને કૂપોષિત બાળકને સુપોષિત બનાવવા માટે બાળભોગથી માંડીને મધ્યાહન ભોજન સુધીની વિવિધ યોજના ચલાવવામાં આવે છે.
રાજ્યના બાળકોને સુપોષિત બનાવવા માટે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં બાળ કૂપોષણ સારવાર કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત સિવિલ હોસ્પિટલમાં બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર એટલે કે ચાઈલ્ડ માલન્યૂટ્રિશન ટ્રીટ્મેન્ટ સેન્ટર ચલાવવામાં આવે છે. આ કેન્દ્ર દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં એક હજારથી વધુ બાળકો તંદુરસ્ત બન્યાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ