ગીર સોમનાથ, 12 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકના ઘણા ટાઈમથી વરસાદે વિરામ લીધો હતો. ત્યારે ખેડૂતોએ વાવેલ ચોમાસુ પાકોમાં પણ પાણીની જરૂરિયાત ઉભી થયેલ હોય, ત્યારે ખેડૂત ચિંતીત બન્યા હતા, કારણ કે ચોમાસુ મગફળી સોયાબીનને પાણીની જરૂરિયાત ઊભી થવાની આરે હોય, ત્યારે આજે વહેલી સવારથી સુત્રાપાડા પંથકમાં ગરમીના ઊકળાટ સાથે ધીમીધારે વરસાદ ચાલુ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ