ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના જથ્થોનો વોરાકોટડા રોડ ખાતે નાશ કરતી રાજકોટ ગ્રામ્ય પોલીસ
રાજકોટ 12 જુલાઈ (હિ.સ.) : ગોંડલ સીટી અને સુલતાનપુર પોલીસ દ્વારા પકડાયેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના જથ્થોનો વોરાકોટડા રોડ ખાતે નાશ કરતી રાજકોટ ગ્રામ્ય પોલીસ. ગોંડલ શહેર તથા સુલતાનપુર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના મોટ
ગોંડલ સીટી અને સુલતાનપુર પોલીસ દ્વારા પકડાયેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના જથ્થોનો વોરાકોટડા રોડ ખાતે નાશ કરતી રાજકોટ ગ્રામ્ય પોલીસ.


રાજકોટ 12 જુલાઈ (હિ.સ.) : ગોંડલ સીટી અને સુલતાનપુર પોલીસ દ્વારા પકડાયેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના જથ્થોનો વોરાકોટડા રોડ ખાતે નાશ કરતી રાજકોટ ગ્રામ્ય પોલીસ.

ગોંડલ શહેર તથા સુલતાનપુર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના મોટા જથ્થા ઝડપી પાડ્યા બાદ, રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પકડાયેલ દારૂનો નાશ વોરાકોટડા રોડ સ્થિત ખુલ્લા મેદાનમાં પોલીસની હાજરીમાં કરવામાં આવ્યો હતો.

આ દારૂના જથ્થા અંગે મળતી માહિતી પ્રમાણે, આરોપીઓ દારૂની હેરફેર કરી ગોંડલ તેમજ આસપાસના વિસ્તારોમાં વેચાણ કરવાની તૈયારીમાં હતા. આ કાર્યવાહીમાં કુલ લાખો રૂપિયાની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કાયદેસરની પ્રક્રિયા અનુસાર સમગ્ર જથ્થો જાહેરપણે નષ્ટ કરીને કડક સંદેશો આપ્યો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈ પણ રીતે સહન કરવામાં આવશે.

આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓ, પંચો અને મીડિયાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસનો આ પગલું સમાજમાં કાયદો અને શિસ્ત જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande