કચ્છમાં વરસાદથી ભંગાર બનેલા રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે ચાલુ
ભુજ-કચ્છ, 12 જુલાઈ (હિ.સ.) કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે નુકસાન પામેલા રસ્તાઓને રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે રસ્તાઓ ઉપરાંત કોઝવેને રીપેર કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ અને સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ગામો વિખૂટા પડ
પ્રાગપર પાસે રસ્તાના સમારકામની હંગામી કામગીરી


ભુજ-કચ્છ, 12 જુલાઈ (હિ.સ.) કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે નુકસાન પામેલા રસ્તાઓને રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે રસ્તાઓ ઉપરાંત કોઝવેને રીપેર કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ અને સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

ગામો વિખૂટા પડ્યા હોય ત્યાં પ્રાથમિકતા

ખાસ કરીને જ્યાં વાહન વ્યવહારને અસર પહોંચી હોય અને ગામો વિખૂટા પડી ગયા હોય તેવા રસ્તાઓની કામગીરીમાં ઝડપ લવાઇ છે. મુન્દ્રા તાલુકાના પ્રાગપર ગામથી લઈને મુન્દ્રા પોર્ટને જોડતા રોડને રીપેર કરવામાં આવ્યો છે. આ પહેલાં માંડવી તાલુકાના રસ્તાઓનું સમારકામ કરાયું છે. કેટલાક રસ્તાઓમાં મેટલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી વાહનોની અવરજવર પ્રભાવિત ના થાય.

નુકસાન પામેલા રસ્તાઓ ત્વરિત સમારિત કરાશે

રાજ્ય સરકારની સૂચના અન્વયે કચ્છમાં વિવિધ રોડ રસ્તાઓ અને કોઝવે રીપેરની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કોઝ વે, નદી નાળાને જોડતા રસ્તાઓનો પણ તેમાં સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande