ભાવનગર 12 જુલાઈ (હિ.સ.) : ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ના અધ્યક્ષ કુણાલભાઈ શાહ ના માર્ગદર્શન અનુસાર ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર કિસાન મોર્ચા દ્વારા ભાવનગર પશ્ચિમ વિધાનસભાના કાળીયાબીડ - સીદસર - અધેવાડા વોર્ડમાં ભગવતી સર્કલ ખાતે ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ કુણાલભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ભાવનગર મહાનગર કિસાન મોર્ચાના આયોજન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ભાવનગર પશ્ચિમ વિધાનસભાના કાળીયાબીડ, સીદસર અને અધેવાડા વોર્ડના ભગવતી સર્કલ ખાતે યોજાયો હતો.
આ વૃક્ષારોપણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણના સંરક્ષણ માટે જનજાગૃતિ લાવવી અને હરિયાળું ભાવનગર ઉભું કરવાનું હતું. કાર્યક્રમમાં કિસાન મોર્ચાના કાર્યકરો અને પ્રદેશ તેમજ મહાનગરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં અનેક પ્રજાતિના વૃક્ષો રોપવામાં આવ્યા.
આ અવસરે કિસાન મોર્ચાના આગેવાનો અને કાર્યકરો દ્વારા લોકોને વૃક્ષારોપણ વિશે માહિતગાર કરવામાં આવ્યા અને તેમને વધુમાં વધુ વૃક્ષો લગાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આવાં કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં પર્યાવરણીય જાગૃતિ વધારવાની સાથે સાથે પક્ષના સામાજિક સેવા કાર્યને પણ વધુ મજબૂતી મળે છે.
કાર્યક્રમ અંતે બધાએ વૃક્ષોની દેખરેખ રાખવાનો સંકલ્પ લીધો અને આગામી સમયમાં વધુ આવા કાર્યક્રમો યોજવાની આશા વ્યક્ત કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek