પોરબંદરમાં નવી ખડપીઠ વિસ્તારમાં જુગાર રમી રહેલ 4 શખ્સ ઝડપાયા
પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) : કમલાબાગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન નવી ખડપીઠ પાસે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની મળેલી બાતમીને આધારે પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર પોલીસ શહેર તથા જિલ્
પોરબંદરમાં નવી ખડપીઠ વિસ્તારમાં જુગાર રમી રહેલ 4 શખ્સ ઝડપાયા.


પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) : કમલાબાગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન નવી ખડપીઠ પાસે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની મળેલી બાતમીને આધારે પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદર પોલીસ શહેર તથા જિલ્લામાં ચાલતી જુગારની પ્રવૃત્તિઓને ડામવા એલર્ટ બની છે ત્યારે ગત તા. 14 જુલાઈના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન અમુક શખ્સો નવી ખડપીઠ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જે બાતમીને આધારે પોલીસે સ્થળ પર પહોંચી દરોડો પડતા ચાર જેટલા શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સુનિલ સરવૈયા, મધુ ચુડાસમા, રાહુલ રમેશભાઈ સોલંકી તથા રોહિત ચંદન ભાઈ સોલંકી નામના ચાર શખ્સોને જુગારના સાહિત્ય સહીત 15 હજારની રોકડ સાથે ઝડપી કમલાબાગ પોલીસ મથકમાં જુગારધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande