પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) : પોરબંદર પંથકના જાણીતા સંત શિરોમણી દેવુ ભગતની પૂણ્યતિથિની ખવાસ જ્ઞાતિ દ્રારા ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવશે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ તેમજ ઉજવણીને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ખવાસ જ્ઞાતિ સમસ્ત પોરબંદર-છાયા દ્વારા સંત શિરોમણી પૂજય દેવુ ભગતની પૂણ્યતિથિની ઉજવણી કરવામાં આવશે આગામી તા.18-07-2025ને શુક્રવારે ઉજવણી કરવામાં આવશે રાણીબાગ સામે આવેલી ખવાસ જ્ઞાતિની વંડી ખાતે ઉજવણી કરવામાં આવશે જેમાં સવારના 8:00થી 11-00 સુધી 11 કુંડી ગાયત્રી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યાર બાદ સંત શિરોમણી દેવુ ભગતની મહાઆરતી કરવામાં આવશે. બપોરના 12 કલાકે જ્ઞાતિની નવી ઓફિસનુ ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે બાદ જ્ઞાતિજનો માટે મહાપ્રસાદીનુ આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ જ્ઞાતિની વાડી ખાતે રાત્રીના 10:00થી 12 રામુધનનુ આયોજન કરવામાં આવ્યુ છે.
આ પ્રસંગે ખવાસ જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહેતા ખવાસ જ્ઞાતિ સમસત પોરબંદર-છાયાના પ્રમુખ વજુભાઈ એરડા અને કાર્યવાહક સમિતિએ નિમંત્રણ પાઠવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya