પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરમાં વરસાદી પાણી ભરવાની સમસ્યાને લઇ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો શહેરના મોટાભાગના વિસ્તારમા વરસાદી પાણીને લઈ મનપા દ્રારા ખાસ કામગીરી કરવામાં આવી હતી પરંતુ વિલા સર્કિટ હાઉસ નજીક વરસાદી પાણીનો ભરવો થતો હોવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેને પગલે મનપા દ્રારા અહિં અન્ડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન નાંખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના માધ્યમથી વરસાદી પાણીનો નિકાલ કરવામા આવશે જેથી હવે વિલા સર્કિટ હાઉસ નજીક વરસાદી પાણીનો ભરાવો નહિં થાય અને લોકોની મુશ્કેલી દુર થશે વિલા સર્કિટ હાઉસ નજીક રહેણાંક વિસ્તાર હોય તેમજ જુરીબાગ સહિતના વિસ્તારના લોકોની સતત અવરજવર તેમજ ચોપાટી ખાત જવાનો પણ મુખ્ય રસ્તો હોય ત્યાં વરસાદી પાણી સતત ભરાયેલા રહેતા હોવાના કારણે લોકોને મુશ્કેલી પડતી હોય ત્યારે મનપા દ્રારા વરસાદી પાણીના નિકાલ માટેનુ કાયમી આયોજન કરતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya