ભુજ - કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) તપસ્યા કરનારા દરેકને મોક્ષ મળે છે. એમ અનશનવ્રતધારી, જૈનસમાજ રત્ન તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણાથી સંધના ચરમેન જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ સંચાલીત ક.વી.ઓ. જૈન સંધના ભગવાન મુનિસુવ્રતસ્વામી જીનાલય નવનીત નગર, કોવઈ નગર ઉપાશ્રયમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન સાધ્વી પાવનગુણાશ્રીજી મ.સા.ની ૭૦મી આયંબિલની ઓળીનું પારણુ તેમજ અનશનવ્રતધારી તારાચંદભાઈની ૭૪મી જન્મ જયંતિ નિમિત્તે સાંજી યોજાઈ દરમિયાન જણાવાયું હતું.
ચાતુર્માસમાં ઈચ્છા મુજબ તપ કરવું
આ પ્રસંગે સાધ્વીજી પાવનગુણાશ્રીજી મ.સા.એ જણાવ્યું હતુ કે, પ્રભુ મહાવીરે બતાવેલા મોક્ષ માર્ગને પામવા ચાતુર્માસ દરમ્યાન દરેક શ્રાવક-શ્રાવિકાઓએ પોતાની ઈચ્છા અનુસાપ તપ, જપ અને ધાર્મિક ક્રિયાઓ કરવા આર્શીવચન આપ્યા હતા ઉદ્દેશો આત્મશુદ્ધિ, કર્મનો નાશ, મોક્ષ પ્રાપ્તી છે. તપસ્યા કરનાર દરેકને આત્મશુદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિ થાય છે. તારાચંદભાઈની ૭૪મી જયંતી પ્રસંગે પોતાના જીવનમા કરેલા સેવાકીય કાર્યોને યાદ કરી તેમની ભાવ વંદના કરી હતી. તેમણે શરૂ કરેલી સેવાની જયોતને વધુ માં વધુ પ્રજવલ્લીત કરવા અનુરોધ કયો હતો.
તપસ્યા નિવિઘ્ને પૂર્ણ થાય તે માટે પ્રાર્થના
આ પ્રસંગે ભુજ ક.વી.ઓ. જૈન સંધ દ્વારા સાધ્વીજી મ.સા.ની ૭૦મી આયંબિલની ઓળીની અનુમોદના કરી તેમની તપસ્યા નિવિઘ્ને પુર્ણ થાય તે માટે પ્રાર્થના કરવામં આવી હતી. આ પ્રસંગે સંધના ચેરમેન જીગરભાઈ છેડા,મેનેજીગ ટ્રસ્ટી લહેરીભાઈ છેડા, ટ્રસ્ટી કિરણભાઈ કકકા, મહાજનના ટ્રસ્ટી ગીરીશભાઈ છેડા, સખીવૃંદના પ્રમુખ પ્રિતીબેન છેડા,શ્રાવક તથા શ્રાવિકાઓ બહોળી સંખ્યામાં હાજર રહયા હતા. કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ મહાજનના ખજાનચી હરેશભાઈ ગોગરીએ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA