ભાવનગર, 15 જુલાઈ (હિ.સ.) આજરોજ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર મહિલા મોર્ચા દ્વારા વિશિષ્ટ સેવા કાર્યના ભાગરૂપે વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધ જનોએ ફૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના જનમદિને સમાજસેવાનાં કાર્યથી ઉજવવાનો સુંદર સંકલ્પ મહિલા મોર્ચાએ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રીમતી મોનબેન પારેખ, શાસક પક્ષના નેતાશ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, દંડક શ્રીમતી ઉષાબેન બધેકા, મહિલા મોર્ચાની અધ્યક્ષશ્રી કોમલબેન માંગુકિયા, મહિલા મોર્ચાની પૂર્વ પ્રભારી શ્રીમતી જાગૃતિબેન રાવળ, શ્રીમતી શીતલબેન પરમાર, મહામંત્રી શ્રીમતી શિલ્પાબેન દવે સહિત શહેરના પૂર્વ મહિલા હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહી વૃદ્ધો સાથે સ્નેહભરો સાંસ્કૃતિક સાન્નિધ્ય અને સેવા ભાવ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ, મહિલા મોર્ચાના હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે વૃદ્ધોના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ સહકાર, માનવ સેવા અને સમર્પણ ભાવના સાથે યોજાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek