રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીના આયોજન સંદર્ભે સામાજિક સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ
પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં રાજ્ય કક્ષાની 15 મી ઓગસ્ટની ઉજવણીના આયોજન અંગે સામાજિક સંસ્થાઓ સાથે જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાની ૧૫મી ઓગસ્ટની ઉજવણી પોરબંદર જિલ્લામાં થનાર
રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીના આયોજન સંદર્ભે સામાજિક સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ .


રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીના આયોજન સંદર્ભે સામાજિક સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ .


રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીના આયોજન સંદર્ભે સામાજિક સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ .


પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં રાજ્ય કક્ષાની 15 મી ઓગસ્ટની ઉજવણીના આયોજન અંગે સામાજિક સંસ્થાઓ સાથે જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાની ૧૫મી ઓગસ્ટની ઉજવણી પોરબંદર જિલ્લામાં થનાર છે. રાજ્યના રાજ્યપાલ તેમજ રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભવો રાજ્યકક્ષાની ૧૫મી ઓગસ્ટની ઉજવણીના આ ભવ્ય આયોજનમાં સહભાગી થનાર છે.

રાજ્યકક્ષાની 15 મી ઓગસ્ટની ભવ્ય ઉજવણીના આયોજનમાં લોક ભાગીદારી મહતમ રહે તે સુનિશ્રીત કરવા તથા લોકોમાં આ કાર્યક્રમ અંગે ઉત્સાહ રહે તેવા આશયથી પોરબંદર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજવામાં આવી હતી. જેમાં પોરબંદર જિલ્લા માંથી વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande