પોકસોના ગુન્હાના ફરાર આરોપીને ઝડપી પાડતી મિયાણી પોલીસ
પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) : મિયાણી મરિન પોલીસ મથકમાં પોક્સો એક્ટની કલમ હેઠળ નોંધાયેલ ગુનાના આરોપીને શોધી કાઢવા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી હતી જે આધારે મિયાણી મરીન પોલીસ મથકના પી.આઈ. એમ.ડી. વાળાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટિમ બનાવી પ
પોકસોના ગુન્હાના ફરાર આરોપીને ઝડપી પાડતી મિયાણી પોલીસ.


પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) : મિયાણી મરિન પોલીસ મથકમાં પોક્સો એક્ટની કલમ હેઠળ નોંધાયેલ ગુનાના આરોપીને શોધી કાઢવા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી હતી જે આધારે મિયાણી મરીન પોલીસ મથકના પી.આઈ. એમ.ડી. વાળાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટિમ બનાવી પોલીસ આરોપી તથા ભોગ બનનારને શોધી રહ્યા હતા.

આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ગુનાનો આરોપી રાણાવાવ તાલુકાના લધાધાર નેસ ખાતે અવાવરૂ ઓરડીમાં છુપાયેલા હોવાની બાતમી મળી હતી જે બાતમીને આધારે પોલીસે આરોપી તથા ભોગ બનનારને શોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં મિયાણી મરિન પોલીસના પી.આઈ. એમ.ડી. વાળા, હેડ કોન્સ. એન.ડી.ભરવાડ, કે.એમ.મોકરિયા, કોન્સ.રાજુભાઈ, આશિષભાઈ તથા એલ.આઈ.ડી. મહિપાલસિંહ રોકાયેલા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande