જામનગર, 15 જુલાઈ (હિ.સ.) : કાલાવડ ખાતે વન નેશન વન ઇલેક્શન લોક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સાંસદ પૂનમબેન માડમ ની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું. કાલાવડ ગણેશ મંદિર ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે 76 કાલાવડ વિધાનસભા નું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું.
સાંસદ દ્વારા ગણપતિ દર્શન કરી સાંસદ ધારાસભ્ય તેમજ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને વંદે માતરમ્ ના ગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેમાં સાંસદ દ્વારા પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન પણ કરવામાં આવ્યું વધુમાં સાંસદ દ્વારા થયું ને એક રાષ્ટ્ર એક ચૂંટણી વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
વધુમાં તેમજ દેશમાં હર વખત થતા ચૂંટણીના ખર્ચ વિશે પણ નાગરિકોને જણાવવામાં આવ્યું તેમજ દેશમાં એક જ વખત ચૂંટણી યોજવામાં આવે તો નાગરિકોને શું ફાયદા થાય તે વિશે પણ સાંસદ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરી, કાલાવડ તાલુકા પ્રમુખ સંજય ડાંગરીયા, શહેર પ્રમુખ નિરવભાઈ ભટ્ટ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ