પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) : પોરબંદર પોલીસ દેશી દારૂની વહેતી નદી રોકવા માટે પૂરતા પ્રયાસ કરે છે ત્યારે ગત તા. 14 જુલાઈના રોજ રાણાવાવ પોલીસને મળેલી બાતમીને આધારે દરોડો પડી બરડામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી તેનો નાસ કર્યો છે.રાણાવાવ પોલીસ મથકના પી.આઈ. તળાવિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન બરડામાં આવેલા કાસવીરડાનેસથી 15 કિલોમીટર દૂર દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળી હતી.
આ બાતમીને આધારે પોલીસે સ્થળ પર પહોંચી દરોડો પાડતા દેશી દારૂ બનાવવાનો 800 લીટર જેટલો આથો સહીત 22 હજારથી વધુ કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જીકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આ મામલે પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya