પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના કુતિયાણા પોલીસ મથકમાં એક વર્ષ પૂર્વે દાખલ થયેલા પ્રોહીબીશનના ગુનામાં ઝડપાયેલા આરોપીને પાસા હેઠળ જેલમાં મોકલવાની દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજુર કરતા પોરબંદર એલ.સી.બી.એ આરોપીને અમદવાદ જેલ સોંપી આપ્યો હતો. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા હેઠળના અટકાયતી પગલાં લેવા સૂચના આપેલ હતી જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સુરજિત મહેડુના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ મથકમાં વર્ષ 2024માં દાખલ થયેલા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા આરોપી રવિ હમીરભાઇ ભારાઈ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મુકવામાં આવી હતી. જે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વોરંટ ઈસ્યુ કરતા એલ.સી.બી. સ્ટાફ દ્વારા વોરંટની બજવણી કરી આરોપી રવિ હમીરભાઈ ભારાઈને અમદાવાદ જેલ ખાતે સોંપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પોરબંદર LCB ઇ/ચા પો.ઈન્સ. આર.કે.કાંબરીયા, ASI રૂપલબેન લખધીર, HC વિપુલભાઇ ઝાલા, જીતુભાઈ દાસા, પો.કોન્સ. અજયભાઈ ચૌહાણ કુતિયાણા પો.સ્ટે. ના પો.હેડ કોન્સ. માલદેભાઈ કડેગીયા તથા પો.કોન્સ. રામદેભાઈ ભેડા રોકાયેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya