ભુજ – કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં કોઇ દીકરી સતત રડ્યા કરે છે અને બધા પાસે મદદ માગે છે. આવો એક ફોન 181 અભયમ પાસે ગયો હતો અને અભયમની ટીમે કાઉન્સિલીંગ કરીને આખરે પિતાને બોલાવીને મિલન કરાવ્યું હતું.
હોસ્પિટલમાંથી ફોન આવ્યો અને ટીમ પહોંચી
૧૮૧ અભયમ્ મહિલા હેલ્પ લાઈનમાં થર્ડ પાર્ટી દ્વારા ફોન આવ્યો હતો કે, ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ના દરવાજા ઉપર એક દીકરી રડતી રડતી બધાને પાસે મદદ માગે છે. ફોનના અનુસંધાને મહિલા કાઉન્સેલર પૂજાબેન ચૌહાણ અને કોન્સેટબલ અંજલિબેન સુથાર અને પાયલોટ ભાવેશભાઈ ખંભુ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. ઘટનાસ્થળે પહોંચી બેન ની સાથે કુશળતા પૂર્વક કાઉન્સેલિંગ કરેલ ત્યારે તેઓ અંજારના રહેવાસી છે અને તેમના પિતા તેઓને અવારનવાર ઘરે થી નીકળી જવાં કહેતા હતા.આ કારણોસર તેઓના ઘર અંજાર થી ભુજની બસ માં બેસી ને ભુજ આશ્રય સ્થાનમાં રહેવા માટે ઘરેથી નીકળી ગયા છે. પિતા દ્વારા મહેણાં ટોણા મારવામાં આવતા હોવાથી હાલ તેઓ ઘરે જવા માંગતા નથી.
પિતાને અંજારથી બોલાવીને કરાઇ સમજાવટ
આ જાણ્યા પછી ૧૮૧ ટીમ દ્વારા બેનના પિતાને ભુજ બોલાવીને વાત કરતાં તેમણે એમ કહ્યું કે, તે બેન માનસિક રીતે અસ્વસ્થ છે જેના કારણે તેઓને કોઈપણ વાત કરીએ તો તેઓ મન ઉપર લઈ લે છે તથા અવાર- નવાર ઘરેથી નીકળી જાય છે. આ દરમિયાન બંનેને સમજાવવામાં આવ્યા હતા અને દીકરી પિતાને સોંપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA