પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના રાણાવાવ શહેરમાં એક સગીરાનો પીછો કરી તેમની સામે અશ્લીલ હરકત કારનાર યુવાન સામે પોલીસ ફરીયાદ નોંધાય છે. પોરબંદરના જયુબેલી ખાતે રહેતો સંજય ઉર્ફે લુણાભાઈ સાદીયા નામનો શખ્સ રાણાવાવ ખાતે રહેતી એક સગીરાનો પીછો કરી હાથ અને આંખ વડે અશ્લીલ હરકત કરતો આ શખ્સથી પરેશાન સગીરાએ સમગ્ર હકિકત પોતાના પરિવારને વર્ણવતા સગીરાની માતાએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં સંજય ઉર્ફે લુણાભાઇ સાદીયા નામના શખ્સે ફરીયાદ નોંધવાતા પોલીસી આ બનાવને લઈ વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya