ભુજ અને નાના રેહાના બે યુવાન પત્રકારની ખંડણીના કેસમાં ધરપકડ
ભુજ - કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રીય કક્ષાની હિન્દી અને પ્રાદેશિક કક્ષાની ગુજરાતી ટીવી ન્યૂઝ ચેનલના સ્થાનિક બે પત્રકારને ખંડણી માગવાના ગુનામાં આરોપી વાજીદ અલસાદ ચાકી (ભુજ) અને અલીમામદ આરબ ચાકી (નાના રેહા) વિરુદ્ધ આવા જ પ્રકારની હપ્તારૂપી ખંડણી માગવ
ખંડણી કેસમાં પકડાયેલા બે યુવાન


ભુજ - કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રીય કક્ષાની હિન્દી અને પ્રાદેશિક કક્ષાની ગુજરાતી ટીવી ન્યૂઝ ચેનલના સ્થાનિક બે પત્રકારને ખંડણી માગવાના ગુનામાં આરોપી વાજીદ અલસાદ ચાકી (ભુજ) અને અલીમામદ આરબ ચાકી (નાના રેહા) વિરુદ્ધ આવા જ પ્રકારની હપ્તારૂપી ખંડણી માગવાની ફરિયાદ નોંધાઇ છે.

દોઢ મહિના પહેલા હેરાન કરવાનું શરૂ કર્યું

દોઢેક મહિના પૂર્વે તે રેતી ભરીને માનકૂવા આવતો હતો, ત્યારે સુમરાસર (જત) પીરવાડી ફાટક પાસે નંબર વગરની વર્ના કારમાં આવેલા આરોપી વાજીદ ચાકી અને અલી ચાકીએ તેને અટકાવી પોતાની ટીવી ન્યૂઝ ચેનલના પત્રકાર તરીકેની ઓળખ આપી ટ્રકમાં ભરેલા માલની તપાસ શરૂ કરી ટ્રક માલિક અને માલના કાગળોની પૂછતાછ કરી હતી. માનકૂવા પોલીસ મથકે ભુજના ટાંકણાસર રહેતા ટ્રક માલિક જાકબ જુમા જતે માનકૂવા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેનો ટ્રકચાલક અકબર જત ભુજ અને આસપાસ વિસ્તારોમાંથી કાયદેસરની ખાણોમાંથી ટ્રકમાં રેતી, પથ્થર, કાંકરી, ટોડાના ફેરા કરે છે. તેને હેરાન કરવાનું શરુ કર્યું હતું.

ગાડીઓ ચલાવી હોય તો હપ્તો આપવો પડશે.... ધમકી અપાઇ હતી

ગાડીઓ ચલાવી હોય તો હપ્તો આપવો પડશે. નહિતર ટ્રકમાં માલ ભરેલા ફોટા છાપી, ખાણ ખનિજ ખાતામાં તથા પોલીસમાં પકડાવી દઇશું. ચાલકે કાયદેસરની રોયલ્ટીના કાગળો બતાવ્યા હતા. આ બે આરોપીઓએ ચાલકને જણાવ્યું કે, તારા શેઠને કહી દેજે કે, માનકૂવા વિસ્તારમાં જેટલી ટ્રકો ચાલે છે તેનો હપ્તો અમને બંનેને મળે છે. આ તારી ગાડીનો હપ્તો આવતો નથી. બીજા દિવસે ફરી આ બંને વાજીદ અને અલીએ રોકાવી ફોનમાં ફોટા પાડી લેતાં ચાલકે ફરિયાદીને બોલાવતાં બદનામીની બીકે ડરી ગયેલા ફરિયાદીએ ત્યાં જ 10 હજાર આપ્યા હતા. આરોપીઓએ કહ્યું તને દર મહિને 10 હજાર આપવા પડશે. ફરિયાદીને જાણવા મળ્યું કે, વાજીદ અને અલી કારથી ફરતા હોય છે અને રૂપિયાની ઉઘરાણીઓ ખોટી રીતે કરતા રહે છે. માનકૂવા પોલીસે બંને આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ 308 (2) તથા 54 મુજબ ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. બીજી તરફ આ કામના બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી જેલ હવાલે કરી દેવાયા છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande