મહેસાણા જિલ્લામાં ખરાબ રસ્તાઓની મરામત શરૂ: પેચવર્કની કામગીરી ઝડપી ગતિએ આગળ વધી
મહેસાણા/ગાંધીનગર, 16 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના રસ્તાઓ પર ચોમાસાના વરસાદ બાદ ઉભરાયેલા ખાડા અને ખરાબ હાલતથી રાહદારોને થતા તકલીફોને ધ્યાને લઈ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. વિભાગ દ્વારા વિરમગામ-બેચરાજી-મોઢેરા-
મહેસાણા


મહેસાણા/ગાંધીનગર, 16 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના રસ્તાઓ પર ચોમાસાના વરસાદ બાદ ઉભરાયેલા ખાડા અને ખરાબ હાલતથી રાહદારોને થતા તકલીફોને ધ્યાને લઈ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. વિભાગ દ્વારા વિરમગામ-બેચરાજી-મોઢેરા-ચાણસ્મા રોડ તેમજ મહેસાણા-મોઢેરા રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ચલાવાતી આ કામગીરીનો હેતુ વરસાદી મોસમમાં લોકોને સુરક્ષિત અને સરળ મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, હાલતથી અસરગ્રસ્ત અન્ય રસ્તાઓની પણ સમીક્ષા કરીને તાત્કાલિક ધોરણે મરામત હાથ ધરવામાં આવી રહી છે.

આ કામગીરીના પરિણામે મહેસાણા જિલ્લાના નાગરિકોને ખાસ કરીને વરસાદ દરમિયાન વાહન વ્યવહારમાં ખાસ રાહત મળશે. માર્ગ અને મકાન વિભાગએ જણાંવ્યું કે, નાગરિકોની સલામતી અને સુવિધા માટે આવી કામગીરી આગામી સમયમાં સતત ચાલું રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande