ડી માર્ટના કેશ ઓફિસર દ્વારા રિફંડની આડમાં ચોરી
વડોદરા, 27 જુલાઈ (હિ.સ.)- વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા ગેલેરીયા મોલના ડી માર્ટમાં કેશ ઓફિસર ભાર્ગવ પુરોહિત વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. આરોપી સેલ્ફ રિટર્નના નામે ગ્રાહકનું નામ દર્શાવી રિફંડની રકમ પોતે રાખતો હતો. અસિસ્ટન્ટ સ્ટોર મેનેજર કમલેશ પ
News


વડોદરા, 27 જુલાઈ (હિ.સ.)- વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા ગેલેરીયા મોલના ડી માર્ટમાં કેશ ઓફિસર ભાર્ગવ પુરોહિત વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. આરોપી સેલ્ફ રિટર્નના નામે ગ્રાહકનું નામ દર્શાવી રિફંડની રકમ પોતે રાખતો હતો.

અસિસ્ટન્ટ સ્ટોર મેનેજર કમલેશ પ્રસાદે અકોટા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, છેલ્લા બે મહિનામાં અલગ-અલગ પ્રોડક્ટ રિફંડ તરીકે દર્શાવી કુલ ₹4,289ની ચોરી કરવામાં આવી હતી. સીસીટીવી ચકાસણીમાં ભાર્ગવ ડ્રોઅરમાંથી કેશ કાઢતો ઝડપાયો હતો.

પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande