જૂનાગઢ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૨૮ માર્ગોમાં મેટલ પેચ વર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી
જૂનાગઢ 29 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૨૮ માર્ગોમાં મેટલ પેચ વર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જિલ્લામાં વરસાદ થી ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગો ક્ષતિગ્રસ્ત થયા
જૂનાગઢ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૨૮ માર્ગોમાં મેટલ પેચ વર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી


જૂનાગઢ 29 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૨૮ માર્ગોમાં મેટલ પેચ વર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જિલ્લામાં વરસાદ થી ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગો ક્ષતિગ્રસ્ત થયા હતા. જેનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જૂનાગઢ જીલ્લાના અત્યાર સુધીમાં ૨૮ માર્ગોમાં મેટલ પેચ વર્ક ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ તમામ કામગીરીની કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર સહીતની ટીમ દ્વારા સ્વયં સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી માર્ગ સુધારણા અને સમારકામ ની આ કામગીરી થી જીલ્લાના માર્ગો પર મુસાફરી કરતા વાહન ચાલકો અને પર્યટકોને સુરક્ષિત, સરળ અને સુગમ મુસાફરીનો અનુભવ થઈ રહ્યો છે.

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલ ગાદોઈ ટીનમસ આખા રોડ પર મેટલ પેચ વર્ક ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તથા ગાંઠીલા ધણફુલીયા રોડ પર આવેલ કોઝવે, જે પાણીના ઓવરટોપ ને કારણે ડેમેજ થઇ જતા યુદ્ધના ધોરણે રબ્લ ડમ્પીંગ ની કામગીરી બ્રીજ સાઈડ પર હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande