પૌરાણિક અને ઐતિહાસિક વારસો: પુદ ગામનું સિદ્ધનાથ મહાદેવ મંદિર
મહેસાણા, 29 જુલાઈ (હિ.સ.)મહેસાણા જિલ્લાના વિસનગરથી આશરે 8 કિ.મી. દૂર આવેલ પુદ ગામમાં સ્થિત પ્રાચીન અને પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે હજારો ભક્તોને આકર્ષે છે. અહીં સ્વયંભૂ શિવલિંગનું આસ્થાના કેન્દ્ર છે, જ્યાં હનુમાન
પૌરાણિક અને ઐતિહાસિક વારસો: પુદ ગામનું સિદ્ધનાથ મહાદેવ મંદિર


પૌરાણિક અને ઐતિહાસિક વારસો: પુદ ગામનું સિદ્ધનાથ મહાદેવ મંદિર


મહેસાણા, 29 જુલાઈ (હિ.સ.)મહેસાણા જિલ્લાના વિસનગરથી આશરે 8 કિ.મી. દૂર આવેલ પુદ ગામમાં સ્થિત પ્રાચીન અને પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે હજારો ભક્તોને આકર્ષે છે. અહીં સ્વયંભૂ શિવલિંગનું આસ્થાના કેન્દ્ર છે, જ્યાં હનુમાનજીનું મંદિર અને ગોરખનાથજીની ધુણી પણ વર્ષોથી ભક્તિભાવથી પ્રગટ છે.

સ્થાનિક માન્યતા અનુસાર, એક રબારીની ગાય દૈનિક રૂપેણ નદીના કાંઠે દુધ વહેડાવતી હતી અને ત્યાંથી શિવલિંગ પ્રગટ થયું હતું. વધુમાં એક લોકકથા અનુસાર પાટણના રાજા કર્ણદેવે પોતાની રાણી મીનળદેવીને તાંત્રિક અસરથી બચાવા માટે અહીં લાવ્યા હતા, જ્યાં ગુરુ ગોરખનાથજીના આશીર્વાદથી તેમને પુત્ર સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો. ત્યારબાદ રાજાએ આ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.

આ મંદિરના ડાબી બાજુએ આજેય શિલાલેખ જોવા મળે છે, જે તેના ઐતિહાસિક મહત્વને સાબિત કરે છે. સરપંચ ઠાકોર ડાયાજી અનુસાર શ્રાવણ મહિનાના દરેક સોમવારે અહીં આજુબાજુના ગામોમાંથી ભક્તો ઉમટી પડે છે અને મેળાનું આયોજન પણ થાય છે. આ મંદિર ભક્તિ અને વારસાનું જીવંત પ્રતિક છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande