મહેસાણા, 29 જુલાઈ (હિ.સ.)મહેસાણા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા Vehicle Registration No. Retention સેવાનું પ્રારંભ કરવામાં આવ્યું છે. આ સેવા અંતર્ગત જ્યારે કોઈ વાહન સ્ક્રેપ થાય છે અથવા માલિકી બદલે છે, ત્યારે તેનું રજીસ્ટ્રેશન નંબર મૂળ માલિક પોતાનાં નવા વાહનમાં ફરીથી ફાળવી શકે છે.
આ નવી વ્યવસ્થા ખાસ કરીને એવા વાહન માલિકો માટે લાભદાયી સાબિત થશે, જેઓ પોતાની ઓળખ તરીકે રજીસ્ટ્રેશન નંબરને જાળવી રાખવા માંગે છે. હવે પસંદગીના નંબર ગુમાવવાનો ભય રહી નથી.
આ સેવા મેળવવા માટે જરૂરી સૂચનાઓ તથા પ્રોસેસ વિશેની તમામ વિગતો વાહન વ્યવહાર કમિશ્નર કચેરીની અધિકૃત વેબસાઈટ http://cot.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. વાહન માલિકોએ ત્યાં જઈને સંપૂર્ણ માર્ગદર્શન મેળવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR