ધરોઈ ડેમમાં 39 દિવસમાં 37,826 કરોડ લિટર પાણીની આવક
મહેસાણા, 31 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં ગત ૨૧ જૂનથી શરૂ થયેલી પાણીની આવક સતત ચાલુ રહી છે. માત્ર ૩૯ દિવસમાં ડેમમાં કુલ ૩૭,૮૨૬ કરોડ લિટર વરસાદી પાણી ઉમેરાયું છે, જેના કારણે ડેમ ૮૪.૫૯% જેટલો ભરાઈ ગયો છે. ડેમનું લેવલ નિયંત્રિત રાખવા માટ
ધરોઈ ડેમમાં ૩૯ દિવસમાં ૩૭,૮૨૬ કરોડ લિટર પાણીની આવક


મહેસાણા, 31 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં ગત ૨૧ જૂનથી શરૂ થયેલી પાણીની આવક સતત ચાલુ રહી છે. માત્ર ૩૯ દિવસમાં ડેમમાં કુલ ૩૭,૮૨૬ કરોડ લિટર વરસાદી પાણી ઉમેરાયું છે, જેના કારણે ડેમ ૮૪.૫૯% જેટલો ભરાઈ ગયો છે.

ડેમનું લેવલ નિયંત્રિત રાખવા માટે પ્રતિ મિનિટે ૧૩.૫૯ લાખ લિટર પાણી સાબરમતી નદીમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. પાણીની સતત આવકને કારણે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.

બુધવાર સાંજે ૭ વાગ્યે ધરોઈ ડેમમાં ૬૧૭.૯૪ ફૂટ જેટલી સપાટીએ કુલ ૬૮,૭૮૪ કરોડ લિટર પાણીનો સંગ્રહ નોંધાયો છે. ચોમાસાની અસરકારકતા અને સતત વરસાદના કારણે રાજ્ય માટે આ સ્થિતિ હિતાવહ બની રહી

છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande